તૂટીને અલગ થયો છે સૂરજનો ટુકડો?

ન્યુ યોર્કઃ સૂરજમાં આમ તો હલચલ થતી રહે છે, પણ તાજી હલચલે વિશ્વના વિજ્ઞાનીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. વાસ્તવમાં સૂરજનો એક મોટો ટુકડો તૂટીને અલગ થઈ ગયો છે અને સૌર મંડળમાં ફેરવાઈ ગયો છે. આ તૂટેલા ટુકડાને અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા (NASA)ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે રેકોર્ડ કર્યો છે. બહુ મોટા આકારના એ ટુકડા સૌર વંટોળ બનીને સૂરજના ઉત્તરીય ધ્રુવની ચોતરફ ચક્કર લગાવી રહ્યો છે, જેથી ધરતી પરની કોમ્યુનિકેશન વ્યવસ્થા ઠપ થઈ શકે છે. સૂરજનો આ ટુકડો કેમ તૂટ્યો? એનો ખુલાસો અત્યાર સુધી વૈજ્ઞાનિકો નથી કરી શક્યા. એ પછી ચર્ચા શરૂ થઈ છે કે સૂરજ ટુકડાઓમાં વિખેરાઈ જશે અને જો એવું તો શું પૃથ્વી પર પ્રલય આવવાનો છે?

નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપની સાથે કામ કરી રહેલી સ્પેસ સાયન્ટિસ્ટ તમિથા શોવે સૂરજમાં તૂટફૂટનો એ વિડિયો રેકોર્ડ કર્યો છે. આ સપ્તાહનો શરૂઆતમાં થયેલી આ ઘટના વિશે તેમણે ટ્વિટર પર માહિતી શેર કરી હતી. તેમણે આ અનોખી ખગોળીય ઘટનાનો વિડિયો શેર કરતાં લખ્યું હતું કે સૂરજનો ઉત્તરી હિસ્સો પોતાના મુખ્ય ફિલામેન્ટથી અલગ થઈ ગયો છે. એ હવે ઉત્તરીય ધ્રુવની ચારે બાજુ વિશાળ વંટોળની જેમ ચક્કર લગાવી રહ્યો છે.

આ ઘટનાને રેકોર્ડ કરવાને કારણે વિશ્વના વૈજ્ઞાનિકોમાં જોરદાર ઉત્સાહ છે અને તેઓ સૂરજમાં તૂટને કારણે ચિંતિત પણ છે. આ ઉપરાંત સ્પેસવેધર. કોમ (Spaceweather.com)ના જણાવ્યાનુસાર સૂરજમાં એક મધ્યમ આકારના શક્તિશાળી સૌર ફ્લેયરને કારણે પેસેફિક મહાસાગરમાં એક શોર્ટવેવ રેડિયો બ્લેકઆઉટ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.