ટ્રેનની સીટના બદલે જેલમાં પહોંચાડી દેશે વેઈટિંગ ટીકિટ પરનો કાયદો, એટલું જ નહીં…

નવી દિલ્હીઃ જો તમે રેલવે કાઉન્ટર પરથી વેઈટિંગની ટિકીટ લઈને રીઝર્વેશન કોચમાં યાત્રા કરો છો, તો સાવધાન થઈ જાઓ. આવું કરવા પર આપને જેલની હવા ખાવી પડી શકે છે. ભારતીય રેલવેના નિયમ અંતર્ગત કન્ફર્મ ટિકીટ સાથે યાત્રા કરવાને ટિકીટ વગર યાત્રા કરવા સમાન માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જો તમે વેઈટિંગ ટિકીટ લઈને રિઝર્વેશન કોચમાં યાત્રા કરો છો, તો ટ્રાવેલિંગ ટિકીટ એક્ઝામિનર એટલે ટીટીઈ તમને ગાડીની બહાર કાઢી શકે છે.

આ સાથે જ રેલવે એક્ટ 1989 અંતર્ગત આપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. રેલવે એક્ટની કલમ 55 માં ટિકીટ વગર યાત્રા કરવાને ક્રાઈમ માનવામાં આવે છે. આના માટે કલમ 137 અંતર્ગત 6 મહિનાની જેલની સજા અને દંડની જોગવાઈ છે.

જો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટિકીટ બુક કરાવી છે તો કન્ફર્મ ન થવાની સ્થિતિમાં  તમારી ટિકીટ કેન્સલ થઈ જાય છે અને પૈસા ગ્રાહકના ખાતામાં રિફન્ડ થઈ જાય છે. જો કે રેલવે કાઉન્ટરથી ટીકિટ લેવા પર પોતાની જાતે કેન્સલ થતી નથી. આના માટે રેલવે કાઉન્ટર પર જવું પડે છે.

જો તમે રેલવે કાઉન્ટરથી વેઈટિંગની ટિકીટ લો છો, તો ટિકીટ કન્ફર્મ ન થવા પર જનરલ બોગીમાં યાત્રા કરી શકો છે. આ સિવાય રેલવે અથવા આઈઆરસીટીસી જેના માટે ટિકીટ જાહેર કરે છે, માત્ર તે જ વ્યક્તિ આ ટિકીટ પર યાત્રા કરી શકે છે. બીજા કોઈ વ્યક્તિ કોઈ અન્ય ટિકીટ પર યાત્રા ન કરી શકે. જો કોઈ બીજી ટિકીટ પર યાત્રા કરતાં પકડાય તો, તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

દેશમાં સૌથી વિશાળ અને સસ્તું પરિવહન નેટવર્ક રેલવે છે.  ત્યારે આવો અમે આપને જણાવીએ રેલવે સાથે જોડાયેલાં કેટલાક મહત્ત્વના વધુ કાયદા….

1- ટ્રેનમાં મહિલાઓ માટે રિઝર્વ ડબામાં કોઈપણ પુરુષ યાત્રી ઘૂસે તો તે અપરાધ છે. જો કોઈ મહિલા ડબામાં યાત્રા કરે તો તેને દંડ ભરવો પડી શકે છે. સાથે જ ટીટીઈ એવા પુરુષ યાત્રીને બહાર કાઢી શકે છે.

2- રેલવે એક્ટની ધારા 156 અંતર્ગત ટ્રેનની છત, સીડીઓ, દરવાજા અને એન્જિનમાં બેસીને યાત્રા કરવા પર ત્રણ મહિનાની જેલ થઈ શકે છે. સાથે જ દંડ પણ ભરવો પડી શકે છે.

3- રેલવે એક્ટની ધારા 167 અનુસાર ટ્રેનમાં સ્મોકિંગ કરવો તે અપરાધ છે. આવામાં દંડ ભરવો પડી શકે છે.

4- જો યાત્રા દરમિયાન યાત્રા પૂર્ણ થયા બાદ પણ ટીટીઈ ટિકીટ બતાવવાનું કહે તો, યાત્રીએ ટિકીટ બતાવવી પડે છે. આવું ન કરવા પર તે યાત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

5- કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનો નશો કરીને ટ્રેનમાં યાત્રા કરવાની અને કોઈ અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરવાની મંજૂરી નથી. આવું કરનારા લોકોને ટ્રેનમાંથી ઉતારવાની સાથે જ તેની વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 145 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવા મામલામાં 6 મહિનાની જેલની સજા અને દંડનું પ્રાવધાન છે.

6- રેલવે એક્ટની કલમ 141 અંતર્ગત ટ્રેનમાં ફેરી મારવી અથવા ભીખ માગવી એ પણ અપરાધ છે. આવું કરનારા લોકોને એક વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે જ દંડ પણ ભરવો પડી શકે છે.

6- રેલવે એક્ટની કલમ 141 અંતર્ગત ટ્રેનમાં ફેરી મારવી અથવા ભીખ માંગવી એપણ અપરાધ છે. આવું કરનારા લોકોને એક વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે જ દંડ પણ ભરવો પડી શકે છે.

7- રેલવેની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિને ટ્રેનની ટિકીટ વેચવાનો અધિકાર નથી. જો કોઈ વ્યક્તિ ટિકીટ વેચતા પકડાય તો, તેના વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 142 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવા મામલામાં ત્રણ મહિનાની જેલ અને દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ વેચતાં પકડાય તો, તેના વિરુદ્ધ રેલવે એક્ટની કલમ 142 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવા મામલામાં ત્રણ મહિનાની જેલ અને દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

8-  ટ્રેનમાં પત્થરબાજી કરવી ગંભીર ગુનો છે. આવું કરવા પર રેલવે એક્ટની કલમ 150 અંતર્ગત 10 વર્ષની જેલની સજા અને દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

9- રેલવે એક્ટની ધારા 151 અંતર્ગત ટ્રેનમાં આગ લગાડવા અથવા ટ્રેનને નુકસાન પહોંચાડવા પર 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે જ દંડ પણ લગાવવામાં આવી શકે છે.

10-  રેલવે એક્ટ અનુસાર, જો કોઈ વ્યક્તિ સંક્રમણની બીમારી સામે ઝઝૂમી રહ્યો છે, તો તેને ટ્રેનમાં યાત્રા કરવા માટે રેલવેની વિશેષ મંજૂરી લેવાની રહેશે. જો આ પ્રકારના દર્દી મંજૂરી વગર યાત્રા કરે તો તેને ટ્રેનમાંથી ઉતારવામાં આવી શકે છે. આટલું જ નહીં, પરંતુ આવા દર્દી સાથે યાત્રા કરનારા સહયાત્રીને પણ ટ્રેનમાંથી ઉતારવામાં આવી શકે છે. સાથે જ તેની ટ્રેનની ટિકીટ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

 

 

દેશમાં સૌથી વધારે લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ત્યારે આવામાં તમામને રેલવેના નિયમ અને કાયદાઓને જાણવા જરુરી છે. કારણ કે જાણતાંઅજાણતાં રેલવેના કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવા પર આપને જેલ થઈ શકે છે. સાથે જ દંડ પણ ભરવો પડી શકે છે