મહારાષ્ટ્રઃ ધૂલે જિલ્લામાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10નાં મોત…

ધૂલેઃ મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં શનિવારના રોજ એક ફેક્ટરીમાં વિસ્ફોટ થવાના કારણે કુલ 10 જેટલાં લોકોના મોત થયા છે. આ ઘટના ધૂલેના શિરપુરની છે કે જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાના કારણે 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે, જેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ ઘટના ધુલે જિલ્લાના શિરપુરમાં સવારે દસ વાગ્યા આસપાસ ઘટી હતી. ધુલેના એસપી વિશ્વાસ પંધારે અનુસાર આગની ઝપેટમાં આવી જવાના કારણે 10 લોકોના મોત થયા છે અને 15 જેટલા લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિસ્ફોટનું કારણ હજીસુધી જાણવા મળ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ઘણા લોકો હજી અંદર હોઈ શકે છે. ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.