નવી દિલ્હી: ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ હવે તેમના નવા યૂઝર્સ માટે એકાઉન્ટ બનાવતી વખતે જન્મ તારીખની માહિતી પણ પૂછશે. આ પહેલા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સથી સાઈન ઈન દરમ્યાન આ વાતની પુષ્ટી કરવામાં આવતી હતી કે, યૂઝર્સ 13 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવે છે કે નહીં. પણ જન્મ તારીખ પૂછવામાં નહતી આવતી.
કંપનીએ તાજેતરમાં જ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ટર્મ્સ અને વપરાસ અનુસાર કેટલાક દેશોમાં ઈન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. આ સૂચના મારફતે ઈન્સ્ટાગ્રામ સાથે 13 વર્ષથી નાની ઉંમરના લોકોને જોડતા અટકાવવામાં મદદ મળશે. જોકે, તમારી જન્મ તારીખ ઈન્સ્ટાગ્રામ પર કોઈ અન્ય યૂઝર્સને નહીં દેખાઈ.