ઈન્દોર મંદિરમાં વાવ દુર્ઘટનામાં મરણાંક વધીને 35

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના આ શહેરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં ગઈ કાલે જમીન ધસી પડવાને કારણે વાવમાં પડી જવાથી માર્યા ગયેલા શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 35 થઈ છે. ઈન્દોરના કલેક્ટર ડો. ઈલ્યારાજાના જણાવ્યા મુજબ, એક જણ હજી લાપતા છે. 14 જણને બચાવી લેવામાં આવ્યા છે. એમાંના બે ઈજાગ્રસ્તને સારવાર બાદ ઘેર જવાની રજા આપવામાં આવી છે. લાપતા વ્યક્તિઓની શોધ માટેની કામગીરી હજી ચાલુ છે.

બચાવ અને શોધખોળની કામગીરીમાં લશ્કરની મદદ લેવામાં આવી છે. 75 આર્મી જવાનોની ટૂકડી આ કામગીરીઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો સાથે જોડાઈ છે.