અમુક ટ્રેનોમાં બેડરોલ સેવાઓ ફરી શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ લાંબા અંતરની કેટલીક પેસેન્જર ટ્રેનોમાં એરકન્ડિશન્ડ વર્ગમાં તેમજ રાતની સફર કરનાર પ્રવાસીઓને બ્લેન્કેટ, ચાદર, તકીયો, બેડરોલ જેવી ચીજવસ્તુઓ પૂરી પાડવાનું ફરી શરૂ કર્યું છે. આ ઉપરાંત, બારીઓ પર પડદા લગાડવાનું પણ ફરી શરૂ કરી દેવાયું છે. 2020ના માર્ચમાં કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાયા બાદ મે-2020થી આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. તે છતાં હવે એરકન્ડિશન્ડ ટ્રેનોમાં પ્રવાસીઓને બ્લેન્કેટ પૂરા પાડવાનું ફરી શરૂ કરવામાં આવ્યું છે. તકીયો, બ્લેન્કેટ, ચાદર અને ટુવાલ ચીજવસ્તુઓ સીલ-બંધ કવરમાં રાખીને આપવામાં આવશે.

મે-2020થી રેલવેએ ટ્રેનોમાં બેડરોલ આપવાનું બંધ કર્યું હતું અને બારીઓ પરથી પડદા પણ કાઢી લીધા હતા. લાંબી સફરવાળી એસી ટ્રેનોના પ્રવાસીઓને એમના પોતાના બ્લેન્કેટ્સ અને તકીયા લાવવાનું કહેવામાં આવ્યું હતું. એવી ટ્રેનોના ડબ્બાઓમાં લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસનું સેટ કરી દેવામાં આવ્યું હતું.

જેમાં બેડરોલ સેવા ફરી શરૂ કરાઈ છે એ તમામ ટ્રેનોની યાદીઃ

https://contents.irctc.co.in/en/LINEN.html