ભારતીય-સેનાએ ફાયરિંગ રેન્જને ‘વિદ્યા બાલન’ નામ આપ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને સિનેમાસૃષ્ટિમાં આપેલા અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં લઈને ભારતીય સેનાએ કશ્મીરમાં એક ફાયરિંગ રેન્જને તેનું નામ આપ્યું છે. ‘વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ’ કશ્મીરના ગુલમર્ગમાં આવેલી છે. વિદ્યા અને એનાં નિર્માતા પતિ સિદ્ધાર્થ રોય કપૂર તાજેતરમાં ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયાં હતાં. તે મહોત્સવનું આયોજન ભારતીય સેનાએ કર્યું હતું.

‘શેરની’ ફિલ્મમાં વિદ્યા બાલને બહાદુર ફોરેસ્ટ સર્વિસ મહિલા અધિકારી ‘વિદ્યા વિન્સેન્ટ’ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ગઈ 18 જૂને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.