નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ગઈ કાલે થયેલી બોર્ડની બેઠક દરમ્યાન વર્ચ્યુઅલ મંચ પર આગામી બે વર્ષમાં બે T20 વિશ્વ કપની યજમાની નક્કી કરવામાં આવી હતી. જે મુજબ T20 વર્લ્ડ 2021ની ટુર્નામેન્ટ ભારતમાં રમવામાં આવશે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. એટલે કે ભારતે T20 વિશ્વ કપ 2021ની યજમાનીના અધિકાર જાળવી રાખ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે સ્થગિત થયેલી ટુર્નામેન્ટ હવે 2022માં થશે. આ બેઠકમાં BCCI અને CA 2021 અને 2022 માટે ટુર્નામેન્ટની યજમાની કરવા માટે સંમત થઈ ગયા છે.
T20 વર્લ્ડ કપ –ICCએ શું કહ્યું
ICCએ જાહેરાતમાં કહ્યું હતું કે ICC આજે એ પુષ્ટિ કરે છે કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે સ્થગિત થયેલો T20 વિશ્વ કપ 2020 હવે 2022માં ઓસ્ટ્રેલિયામાં થશે. ભારતમનાં T20 વિશ્વ કપ 2021 પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ થશે. જોકે ICCએ એ પણ કહ્યું છે કે આગામી વર્ષે ન્યુ ઝીલેન્ડમાં થનારો મહિલાઓ માટેનો એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપ કોરોના રોગચાળાના વ્યાપક પ્રભાવને કારણે ફેબ્રુઆરી-માર્ચ 2022 સુધી સ્થગિત કરી દીધો હતો.
2021 અને 2022 T20 વર્લ્ડ કપનો કાર્યક્રમ
ભારતમાં થનારા T20 વર્લ્ડ કપ 2021ના ઓક્ટોબર-નવેમ્બર રમવામાં આવશે. એની ફાઇનલ 14 નવેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં થનારો T20 વર્લ્ડ કપ 2022 પણ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાડવામાં આવશે, જ્યારે ફાઇનલ 13 નવેમ્બરે થશે.
2023માં વનડે વર્લ્ડ કપ પણ ભારતમાં
BCCIને 2021માં T20 વિશ્વ કપની યજમાની કરવાની છે અને એ એના માટે પહેલેથી જ મન બનાવી ચૂક્યું છે. જોકે ભારતને માલૂમ છે કે 2022માં T20 વિશ્વની યજમાનીના એક વર્ષની અંદર 50 ઓવરના વિશ્વ કપની યજમાની સરળ નથી. આવામાં ભારતને 2021ના T20 વર્લ્ડ કપની યજમાની મળી ગઈ છે અને હવે એને 2023માં વનડે વર્લ્ડ કપ કરાવવા માટે પર્યાપ્ત સમય મળી ગયો છે.
મહિલા વર્લ્ડ કપને મોટો ઝટકો
મહિલા વિશ્વ કપ સ્થગિત થવાથી મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી જેવી ભારતીય દિગ્ગજ ક્રિકેટરોના ભવિષ્ય પર પ્રશ્નચિહન લાગી ગયું છે, જે 2021માં પોતાની છેલ્લી ICC ટુર્નામેન્ટ રમત.