કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,248 નવા કેસ સામે આવ્યા છે અને 425 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,97,413 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 19,693 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,24,432 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,53,287એ પહોંચી છે. રિકવરી રેટ 61 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબરે

કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારતે રશિયાને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચ્યું છે. અમેરિકામાં કોરોનાના 29.54 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. બ્રાઝિલમાં આ આંકડો 15.78 લાખ છે. રશિયામાં કોરોના કેસોની સંખ્યા 6,81,251 થઈ છે. જ્યારે ભારતમાં કોરોના કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી છે.  અમેરિકામાં આ બીમારીની ઝપટમાં અત્યાર સુધી 1,29,600થી વધુનાં મોત થયાં છે. બ્રાઝિલમાં એનાથી 64,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 1.14 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,33,684 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,14,09,805એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.