નવી દિલ્હીઃ ગુજરાતમાં પાકિસ્તાન સાથેની સરહદ પર સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોનો પહેરો મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક એવા સિર ક્રીક વિસ્તારમાં કાયમી ચોકીઓ બનાવવામાં આવી રહી છે. ભૂજ સેક્ટરમાં આવેલા આ વિસ્તારમાં બીએસએફના જવાનો માટે બંકર તેમજ નિરીક્ષણ ચોકીઓ બનાવવામાં આવી રહી છે. આને કારણે સિર ક્રિક અને હરામી નાળા સહિતના સમગ્ર વિસ્તારમાં બીએસએફનો પહેરો વધારે મજબૂત બનશે.
રાજસ્થાનના બાડમેરથી લઈને ગુજરાતમાં કચ્છના રણ અને ખાડી વિસ્તારના 826 કિલોમીટરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરવાની જવાબદારી બીએસફની છે. આ વિસ્તારમાં ગુજરાતના 85 કિ.મી.નો સમુદ્રકાંઠા વિસ્તાર પણ સામેલ છે.