ભારતમાં 90% પ્રૌઢ જનતાનું કોરોના-રસીકરણ સંપન્ન

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે જાણકારી આપી છે કે ભારતમાં 90 ટકા પ્રૌઢ લોકોનું કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ કાર્ય સંપન્ન થયું છે. દેશમાં પ્રૌઢ વયનાં 90 ટકા લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધાં છે.

માંડવીયાએ આને એક મોટી સિદ્ધિ તરીકે ઓળખાવ્યું છે અને ટ્વીટમાં લખ્યું છે કે, હજી લાંબી મજલ કાપવાની છે. રોગચાળા સામેનો જંગ આપણે સાથે મળીને જીતીશું.