નવી દિલ્હી: ગાંધી પરિવારને આવકવેરા વિભાગ તરફથી મોટો ઝટકો લાગી શકે છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડ રૂપિયાના ટેક્સની ફાઈલ ખુલી શકે છે. હકીકતમાં યંગ ઈન્ડિયનને નોન પ્રોફિટ સંસ્થા તરીકે બતાવવાના ગાંધી પરિવારના દાવાને ટેક્સ ટ્રિબ્યુનલ એ ફગાવી દીધો છે. કોંગ્રેસે યંગ ઈન્ડિયનને લોન આપી હતી. હવે કોંગ્રેસ ઈનકમ ટેક્સમાં મળતી છૂટ ખત્મ થઈ શકે છે, કારણ કે, કંપનીઓની મદદ કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું. મહત્વનું છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના ડાયરેક્ટર છે. બંન્ને લોકો પાસે કંપનીની 36 ટકા હિસ્સેદારી છે.
તો બીજી તરફ મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાડિઝ પાસે 600 શેર છે. મહત્વનું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં આવકવેરા વિભાગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલીને 100 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવા કહ્યું હતું. ઈનકમ ટેક્સના આકલન મુજબ ગાંધી પરિવારે જે રિટર્ન ફાઈલ કર્યું હતુ, તેમાં 300 કરોડ રૂપિયાની આવકની જાહેરાત કરી ન હતી, જેના પર અંદાજે 100 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલી નિકળે છે. હવે આ મામલે ફરીથી ફાઈલ ખુલે તેવા અણસાર દેખાઈ રહ્યા છે.