અભિનંદને પાકિસ્તાન સરહદ પાર કરી, સ્વદેશ પાછા ફર્યા

નવી દિલ્હી – ભારતીય હવાઈ દળના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાનમાંથી સહીસલામત રીતે આજે ભારત પાછા આવી ગયા છે. ઈસ્લામાબાદથી લાહોર અને ત્યાંથી ભારત-પાક સરહદ પર પાકિસ્તાન બાજુના અટારીમાં પહોંચ્યા બાદ ત્યાં અભિનંદનની મેડિકલ જાંચ કરવામાં આવી હતી. અમુક પેપરવર્કને કારણે અભિનંદનની સોંપણી ભારતીય સત્તાવાળાઓને કરવામાં વિલંબ થયો હતો. આખરે, 9 વાગ્યે એ પ્રક્રિયા પૂરી થઈ હતી. અટારી સરહદે ગેટ ખોલી દેવાયા બાદ અભિનંદન ચાલીને વાઘા સરહદે પહોંચ્યા હતા.

અભિનંદનને આવકારવા માટે વાઘા સરહદ પર સેંકડો લોકો એકત્ર થયા હતા. એમાં અભિનંદનના માતા-પિતાનો પણ સમાવેશ થાય છે.

ભારતીય હવાઈ દળના તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ વાઘા સરહદ પર મોજૂદ હતા.

અભિનંદનની મુક્તિ આ પ્રમાણે રહી…

ભારતીય હવાઈ દળના એર વાઈસ માર્શલ આર.જી.કે. કપૂરે અટારી-વાઘા સરહદે પત્રકારોને કહ્યું, વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનની સોંપણી પાકિસ્તાને અમને કરી દીધી છે. એમને પાછા મેળવી શકાયા એનો ભારતીય હવાઈ દળને આનંદ છે.

ભારતીય હવાઈ દળે કહ્યું છે, પાકિસ્તાને આવશ્યક પ્રક્રિયા અંતર્ગત અભિનંદનની સોંપણી ભારતને કરી છે.

આખરે, રાતે 9 વાગ્યે અભિનંદનની સોંપણીની પ્રક્રિયા પૂરી થઈ હતી. અટારી સરહદે ગેટ ખોલી દેવાયા બાદ અભિનંદન ચાલીને વાઘા સરહદે પહોંચ્યા હતા.

અભિનંદનની મુક્તિને લગતા પેપરવર્કમાં પાકિસ્તાની સત્તાવાળાઓએ વાર લગાડી છે, બે વાર સમય બદલ્યો

અટારી સરહદે પેપરવર્કને કારણે અભિનંદનનું સ્વદેશાગમન વિલંબમાં પડ્યું હતું

એ દરમિયાન, અટારી સરહદ પર વરસાદનું ઝાપટું પણ પડ્યું હતું. એને કારણે અભિનંદનને આવકારવા માટે એકત્ર થયેલા લોકોને વિખેરાઈ જવું પડ્યું હતું.

બોલીવૂડે અભિનંદનના સ્વદેશાગમનને આવકાર્યું. રણવીર સિંહ, દિયા મિર્ઝા, અર્જુન કપૂર, બમન ઈરાની જેવી હસ્તીઓએ ટ્વીટ કરીને ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે.

વિન્ગ કમાન્ડર અભિનંદનને અમૃતસર એરપોર્ટ લઈ જવા માટે વાઘા સરહદ પર ઈન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ ખાતે કાફલો તૈયાર છે. અમૃતસરથી બાદમાં પાઈલટને નવી દિલ્હી લઈ જવામાં આવશે.

ભારતીય હવાઈ દળના એર વાઈસ માર્શલ રવિ કપૂર ટૂંક સમયમાં વાઘા સરહદે જ પત્રકારોને સંબોધિત કરશે

અટારી સરહદે પેપરવર્ક સહિતની પ્રક્રિયા પૂરી થયા બાદ વિન્ગ કમાન્ડર અભિનંદનની સોંપણી ભારતીય સત્તાવાળાઓને કરી દેવાઈ હોવાનો અહેવાલ

અભિનંદન વર્તમાનને અટારી-વાઘા સરહદને બદલે હવાઈ માર્ગે ભારત લઈ જવાની ભારતની વિનંતીને પાકિસ્તાન સરકારે નકારી કાઢી છે.

અભિનંદન વર્તમાનને છોડી મૂકવાના પાકિસ્તાન સરકારના નિર્ણયને પડકારતી એક અરજીને ઈસ્લામાબાદમાં હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે.

વાઘા સરહદ પર હાજર રહેલા ભારતીયો સતત ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ નારા લગાવી રહ્યા છે.

અટારી સરહદે પણ પાકિસ્તાનમાં વસતા ભારતીય નાગરિકો અભિનંદનના છૂટકારા માટે આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

અટારી સરહદે અમુક પેપરવર્ક પૂરું થયા બાદ અભિનંદનની સોંપણી ભારતીય સત્તાવાળાઓને કરાશે.

વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને આવકારવા માટે વાઘા સરહદ પર ભારતીયો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. સૌ આનંદમાં છે. કોઈક નાચે છે, તો કોઈક ઢોલ વગાડે છે.

અભિનંદન વર્તમાનને આવકારવા માટે ભારતીય હવાઈ દળના અધિકારીઓ વાઘા સરહદ પર હાજર છે.

httpss://twitter.com/AapActive123/status/1101511642892791808

httpss://twitter.com/ArvindKejriwal/status/1101459284716589057