અભિનંદનની પ્રશંસામાં PM મોદી: આ દેશમાં શબ્દોના અર્થ બદલવાની તાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવન કાર્યક્રમમાં એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની વતન વાપસીને દેશના શબ્દોના અર્થ બદલવાની તાકાત ગણાવી હતી. વડાપ્રધાને કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે આ દેશમાં શબ્દોના અર્થ બદલવાની તાકાત છે. પાયલટ અભિનંદનના શૌર્ય અને સંયમિત વ્યવહારના વખાણ સોશિયલ મીડિયા અને આખા દેશ પર થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, પહેલા અભિનંદનનો અર્થ હતો કોંગ્રેચ્યુલેશન્સ. આજે આ શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે.

વડાપ્રધાને દિલ્હી વિજ્ઞાન ભવનમાં આપેલા ટૂંકા સંબોધનમાં વિંગ કમાન્ડરની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું, “આ દેશમાં એ તાકાત છે કે તે શબ્દોના અર્થ બદલી શકે છે.” 60 કલાક પાકિસ્તાનની કેદમાં રહી ચૂકેલા વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાત્રે વતન પાછા ફર્યા હતા.

વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાને પોતાની સરકારના સસ્તા હાઉસિંગ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, કન્સ્ટ્રક્શનમાં આપણી વિચારશૈલીને લઈને આપણે બદલાવ કર્યો છે. ઘર હોય, મકાન હોય, કોમર્શિયલ બિલ્ડિંગ કે રસ્તા, તેને ઈકો ફ્રેન્ડલી બનાવવા અમે કામ કર્યું છે. અફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી સાવ ઘટાડી દીધો. તેને 8 ટકાથી ઘટાડી અમે 1 ટકા કરી દીધો છે.

વિંગ કમાન્ડર વતન પાછા ફર્યા ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેમના સાહસની સરાહના કરી હતી. પાયલટ અભિનંદને પાકિસ્તાનની કેદમાં જે ધીરજ અને સાહસનો પરિચય આપ્યો તેના વખાણ દેશની જનતાથી માંડીને બોલિવુડ અને રાજનીતિની જાણકાર હસ્તીઓ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]