હું સનાતનવિરોધી નથીઃ કોંગ્રેસના ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક વધુ આંચકો લાગ્યો છે. સંજય નિરુપમે પાર્ટી છોડી દીધી છે તો બીજી તરફ ગૌરવ વલ્લભે કોંગ્રેસના બધાં પદો પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડતાં પહેલાં X પર ટ્વીટ કરીને કોંગ્રેસની હાલત વર્ણવી હતી.

કોંગ્રેસ પાર્ટી આજે દિશાહીન થઈ ગઈ છે. એટલા માટે તે ત્યાં ખુદને સહજ મહેસૂસ નથી કરી શકતા. એટલા માટે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નામ લખેલા રાજીનામાની એક કોપી સોશિયલ મિડિયા પર શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે તેમનું મન બહુ વ્યગ્ર છે. તેઓ બહુબધુ લખવા અને કહેવા ઇચ્છે છે, પણ તેમના સંસ્કાર આડે આવી રહ્યા છે. તેમને લાગે છે કે સત્યને છુપાવવું એ એક ગુનો છે અને તેઓ આ ગુનાથી ભાગીદાર નથી બની શકતા.

તેમને લાગતું હતું કે કોંગ્રેસમાં યુવા અને બૌદ્ધિક આઇડિયાની કદર કરવામાં આવશે, પણ થોડાં વર્ષોમાં તેમનો મોહભંગ થયો હતો. કોંગ્રેસનું હાલનું સ્વરૂપ નવા આઇડિયાવાળા યુવાઓ સાંથે ખુદને તેઓ એડજસ્ટ નથી કરી શકતા. અયોધ્યામાં રામ મંદિર પર કોંગ્રેસનું વલણે તેમને દિગ્મૂઢ કરી દીધા હતા. પાર્ટીનો રામ મંદિર તરફના અભિગમથી ઘણો અસહજ થયો હતો, કેમ કે હું જન્મથી હિન્દુ અને કર્મથી શિક્ષક છું. કોંગ્રેસ અને એના ગઠબંધનથી જોડાયેલા લોકો સનાતનના વિરોધી છે, એમ તેમણે કહ્યું હતું.

સંજય નિરુપમે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમને પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી નજીક આવતા કેટલાય નેતાઓ કોંગ્રેસથી અંતર જાળવતા થયા હતા.