નવી દિલ્હીઃ વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપને રેગ્યુલેશનના દાયરામાં લાવવા માટે ટેલિકોમ કંપનીઓ અને ટેક કંપનીઓની વચ્ચે ફરી વિવાદ થઈ ગયો છે. TRAI (ટ્રાઇ)એ આ મુદ્દે સ્ટેકહોલ્ડર્સની સાથે ચર્ચા કરી રહી છે. ટેલિકોમ અને ટેક કંપનીઓની વચ્ચે વિવાદનું કારણ વોટ્સએપ અને ટેલિગ્રામને લાઇસન્સના દાયરામાં લાવવાની માગ છે. ટેલિકોમ કંપનીઓએ સેમ સર્વિસ સેમ રૂલની માગ કરી છે.
ટ્રાઇએ લાઇસન્સ ઓથોરાઝેશન માટે કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે. એના પર ટ્રાઇ બધા સ્ટેકહોલ્ડર્સની સાથે બેઠક કરી રહ્યું છે. નાસ્કોમ, IAMAI (ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા)એ લાઇસન્સનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ટેલિકોમ એક્ટમાં એપ માટે કોઈ અધિકાર નથી. એના પર ટ્રાઈ આ મહિનાના અંતમાં ભલામણો મોકલશે. COAIએ કહ્યું છે કે ટેલિકોમ બિલમાં સરકારની પાસે રેગ્યુલેશનનો અધિકાર છે. કંપનીઓ નેટવર્કમાં મૂડીરોકાણ કરી રહી છે, જ્યારે એપ મફતમાં ચાલી રહી છે.
ટેલિકોમ કંપનીઓએ ટ્રાઈએ આ OTT (ઓવર-ધ- ટોપ) કોમ્યુનિકેશન એપ માટે લાઇસન્સ કે પરમિશન બનાવવા માટે કહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એ મોબાઇલ ફોન ઓપરેટરોની જેમ સર્વિસ પ્રોવાઇડ કરી રહી છે. ટેલિકોમ કંપનીઓનું માનવું છે કે આ એપ્સે લોકોને ટેલિકોમ કંપનીઓની સેવાઓથી દૂર કરી દીધા છે. તેઓ ઇચ્છે છે કે સરકાર આ એપ્સને લાઇસન્સ આપે કે ફરી એના પર કેટલાક નિયમો બનાવે.
જોકે આ મેસેજિંગ એપ્સનું કહેવું છે કે એના પર પહેલેથી IT કાયદા લાગુ થાય છે અને એમને અલગથી લાઇસન્સની જરૂર નથી.