કોરોનાની સામે અલગ-અલગ રસી કેટલી અસરકારક? જાણો…

નવી દિલ્હીઃ ઝડપથી આગળ વધતા વિશ્વ પર કોરોનાએ એવી બ્રેક મારી છે કે જિંદગી હજી સંપૂર્ણ રીતે પાટે નથી ચઢી. કોરોના વાઇરસે વિશ્વમાં એકવો કહેર મચાવ્યો છે કે કોઈ દેશ સંક્રમણથી બાકાત નથી. ભારત પણ હાલના સમયે બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં હવે નવા કેસો ઓછા આવી રહ્યા છે, પણ મોતનો આંકડો હજી પણ વધુ છે.
વિશ્વમાં કોરોના સામે માત્ર રસી જ અસરકારક છે. ભારત સહિત વિશ્વભરમાં ઝડપથી કોરોના સામે રસીકરણ જારી છે. દેશમાં આશરે 24 કરોડ લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે.

દેશમાં હાલના સમયે કોરોનાની સામે ત્રણ રસી –કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વીને મંજૂરી મળી ચૂકી છે. વિશ્વભરમાં આશરે આઠ રસી કોરોનાની સામે લગાવવામાં આવી રહી છે.
કોરોના સામે કઈ રસી કેટલીક અસરકારક?

ફાઇઝર-બાયોએનટેક

એ બે ડોઝ એમઆરએનએ રસી છે, જે કોરોનાની સામે 95 ટકા અસરકારક છે. એ પણ  કોરોનાની યુકે વેરિયેન્ટ (B117), સાઉથ આફ્રિકી વેરિયેન્ટ (B1351) અને બ્રાઝિલી (P1)ની સામે ઘણી અસરકારક છે.

મોડર્ના

ફાઇઝરની જેમ એ પણ બે ડોઝવાળી એમઆરએનએ રસી છે, જે કોરોના સામે 95 ટકા અસરકારક છે. એ પણ  કોરોનાની યુકે વેરિયેન્ટ (B117), સાઉથ આફ્રિકી વેરિયેન્ટ (B1351) અને બ્રાઝિલી (P1)ની સામે ઘણી અસરકારક છે.
કોવિશિલ્ડ

એ બે ડોઝવાળી વેક્ટર રસી છે. એ કોરોનાની સામે જંગમાં 70 ટકા અસરકારક છે. એની સાથે એ પણ  કોરોનાની યુકે વેરિયેન્ટ (B117), સાઉથ આફ્રિકી વેરિયેન્ટ (B1351) અને બ્રાઝિલી (P1)ની સામે વધુ અસરકારક નથી.

જોન્સન એન્ડ જોન્સન

એ વિશ્વની એકલી સિંગલ ડોઝ રસી છે. કોરોનાની સામેના જંગમાં 66 ટકા અસરકારક છે. કોરોનાના એ પણ  કોરોનાની યુકે વેરિયેન્ટ (B117), સાઉથ આફ્રિકી વેરિયેન્ટ (B1351) અને બ્રાઝિલી (P1)ની સામે ઘણી અસરકારક છે, પણ B1351 અને P1ની સામે વધુ અસરકારક નથી.

સ્પુતનિક વી

એ પણ કોવિશિલ્ડની જેમ બે ડોઝવાળી વેક્ટર રસી છે. એ કોરોનાની સામેના જંગમાં 91 ટકા અસરકારક છે. એના ક્લિનિકલ ટ્રાયલ માત્ર રશિયામાં જ થયું છે. એટલે અલગ-અલગ વેરિયેન્ટની સામે એની અસરકારકતા હજી સુધી માલૂમ નથી પડી.

ઇનોબૈક બાયોટેક

આ ચીનની રસી છે, એ પણ બે ડોઝવાળી રસી છે, જે કોરોના સામે 50 ટકા અસરકારક છે. બ્રાઝિલમાં થયેલા અભ્યાસ મુજબ એ P1 વાઇરસની સામે 50 ટકા અસરકારક છે.

નોવાવેક્સ

એ બે ડોઝવાળી પ્રોટિન આધારિત રસી છે. એ કોરોનાની સામે 89 ટકા અસરકારક છે. અલગ-અલગ વેરિયેન્ટની વાત કરીએ તો એ યુકે અને બ્રાઝિલ વેરિયેન્ટની સામે અસરકારક છે.

કોવેક્સિન

એ ભારતની સ્વદેશી રસી છે, એના પણ બે ડોઝ આપવામાં આવે છે. એ કોરોનાની સામે 78 ટકા અસરકારક છે. એ યુકે વેરિયેન્ટ સહિત કેટલાક અન્ય વેરિયેન્ટની સામે અસરકારક છે.