હાઈકોર્ટનો કેન્દ્રને આદેશઃ દિલ્હીને 490-ટન ઓક્સિજન આપો

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં ચાલી રહેલી ઓક્સિજનની અછત પર સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપતાં કહ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં દિલ્હીને એના ક્વોટાનો ઓક્સિજન સપ્લાય મળે. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીને 490 ટન ઓક્સિજન કોઈ પણ હાલતમાં મળવો જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસો છતાં દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન સંકટ ગંભીર બની રહ્યું છે. આજે ઓક્સિજનની અછતને પગલે બત્રા હોસ્પિટલમાં 12 દર્દીઓનાં મોત થયાં હતા. આ હોસ્પિટલમાં આશરે 300 દર્દીઓ  એડમિટ છે, જે ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે, એમ અહીંના ડિરેક્ટરે કહ્યું હતું.

જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું હતું કેટલીય હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે અને આ અછત માત્ર સપ્લાય નહીં થવાને કારણે છે. કોર્ટે કેટલીય સુનાવણીમાં કેન્દ્રને કહી ચૂકી ચે કે ઓક્સિજન હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવો. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે દિલ્હીને 490 ટન ઓક્સિજન નહીં મળ્યો તો સંભવ છે કે કોર્ટના અવમાનનાની કાર્યવાહી થવાની શક્યતા છે. દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની કેટલીક મોટી હોસ્પિટલોમાં ઓક્સિજનનો સપ્લાય સતત નહીં વાને કારણે ICUમાં બેડની સંખ્યા ઓછી થશે, જેને કારણે લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીમાં એક સપ્તાહ લોકડાઉન વધારાયું

બીજી બાજુ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે થોડી મિનિટો પહેલાં લોકડાઉનને એક સપ્તાહ વધારવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં લોકડાઉન દરમ્યાન કોરોના કેસોની સરેરાઝ પોઝિટિવિટી રેટ 33 ટકા રહ્યો છે. દિલ્હી સરકાર બેડ્સ વધારી રહી છે, પણ ઓક્સિજનની સમસ્યા છે, જેથી હાલ લોકડાઉન ખોલવું સંભવ નથી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]