મોદીવિરોધી ત્રીજો મોરચો બનાવવાની કવાયતથી રાજકીય ગરમાવો

પટનાઃ દેશમાં સામાન્ય ચૂંટણીને આવતાં હજી આશરે ત્રણેક વર્ષની વાર છે, પણ મિલન-મુલાકાતોનો સિલસિલો તેજ થઈ ગયો છે. મોદીવિરોધી ત્રીજો મોરચો બનાવવાની કવાયતમાં લાગેલા ઓમપ્રકાશ ચોટાલાની નીતીશકુમારની મુલાકાત, મુલાયમ અને શરદ યાદવની મુલાકાત. મોદી અને યોગીથી ‘હમ’ના સંતોષ માંઝીની મુલાકાત, પણ દરેક મુલાકાતનું રાજકીય મહત્ત્વ છે.

બિહારના રાજકારણમાં લાલુ પ્રસાદ યાદવ બહુ પ્રાસંગિક છે. મોદીવિરોધીઓને નીતિશકુમારની સક્રિયતા ઊડીને આંખે વળગી છે અને સાથી ભાજપને અસહજતા કરી રહી છે. જાતિ જનગણનો મુદ્દો બંને વચ્ચે ફાંસ બની રહ્યો છે. વિધાનમંડળથી બે વાર પસાર થયેલા આ મુદ્દે આરપારની લડાઈના મૂડમાં નીતીશકુમાર દેખાઈ રહ્યા છે. તેઓ આ મુદ્દે ટેકો પ્રાપ્ત કરવા માટે નીકળવાના છે. તેમણે આ મુદ્દે વડા પ્રધાનને પત્ર લખીને સમય પણ માગ્યો છે. તેમણે સ્થાનિક ભાજપને પણ સાથે ચાલવા આગ્રહ કર્યો છે. આ મુદ્દે ભાજપથી અસહમત નીતીશ મોદીની સામે ત્રીજા મોરચાની કવાયતમાં જોતરાયેલા ઓમપ્રકાશ ચોટાલાને ગુરુગ્રામ જઈને મળી આવ્યા, પણ રાજકીય ગલીઓમાં હવા ફેલાઈ ગઈ. બીજી બાજુ નીતીશનો જનતા દરબાર અને જનતાની વચ્ચે ભ્રમણે પણ ચોંકાવ્યા છે. વિરોધી લાલુ અને તેજસ્વીના સૂર પણ નરમ પડ્યા છે.

ભાજપ અને જેડીયુ સિવાય સરકારના અન્ય સહયોગી હમ અને વીઆઈપી પણ ચૂપચાપ નથી બેઠી.બંનેની નજર ઉત્તર પ્રદેશ પર ચોંટેલી છે.