‘શું ચીને ભારતની જમીન પર કબજો કર્યો છે?’: રાહુલનો સરકારને સવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પૂર્વ ભાગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થોડા સમય પહેલા થયેલા લોહિયાળ સંઘર્ષ થયો ત્યારથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે. કેરળના વાયનાડથી સાંસદ બનેલા રાહુલ ગાંધી રોજ સરકારને ભારત-ચીન મુદ્દે સવાલો પૂછી રહ્યા છે.રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ફરી ઝપટમાં લીધી છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું છે કે, શું ચીને ભારતની જમીન પર કબજો કર્યો છે?

મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા સહિત કોંગ્રેસ પાર્ટી ભારત-ચીન મુદ્દે સતત કેન્દ્ર પર નિશાન સાધી રહી છે. ગયા સોમવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન મોદી અને સરકારને કહ્યું હતું કે, ચીની સૈનિકો સાથે હિંસક ઝડપ બાદ શહીદ થયેલા 20 જેટલા સૈનિકોને ન્યાય અપાવવો જોઈએ અને ભારતની ક્ષેત્રીય અખંડતાનો સરકારે બચાવ કરવો જોઈએ.

આ પહેલા રાહુલ ગાંધીએ, રવિવારના રોજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમને ‘સરેન્ડર મોદી’ કહ્યા હતા. તો, કોંગ્રેસ નેતાએ ગુરુવારના રોજ પ્રશ્ન કર્યો હતો કે, આપણા સૈનિકોને વગર હથિયારે સંકટ તરફ કોણે મોકલ્યા અને તેના માટે કોણ જવાબદાર છે. તેમણે એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે, શસ્ત્રહીન ભારતીય સૈનિકો શહીદ કરીને ચીને એક મોટો ગુનો કર્યો છે.

રાહુલ ગાંધીના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વળતો જવાબ આપતા કહ્યું કે, ચીનની બોર્ડર પર દેશની રક્ષા કરતા ભારતીય જવાનો પાસે હથિયારો હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]