છત્તિસગઢઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશની જનતાએ કોઈપણ પાર્ટીને પૂર્ણ બહુમત આપ્યો નથી. પરિણામો સામે આવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ બંન્ને પાર્ટીઓએ સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આવામાં જેજેપી કિંગ મેકરની ભૂમિકામાં છે. હરિયામાં ભાજપને 40, કોંગ્રેસને 31, દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીને 10 સીટ અને અન્યને 9 સીટો મળી છે. પોતાની સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને ભાજપા બંન્ને ચૌટાલા પાસેથી સમર્થનની આશા રાખી રહ્યા છે. જો કે ભાજપનું ફોકસ અપક્ષ ધારાસભ્યો તરફ વધારે છે. આ સ્થીતીમાં હજી સ્પષ્ટ ન કહી શકાય કે હરિયાણામાં કઈ પાર્ટી સરકાર બનાવશે.
દુષ્યંત ચૌટાલાને જ્યારે પુછવામાં આવ્યું કે અત્યારસુધીમાં ભાજપ અથવા તેના કોઈ નેતાએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ના મારે આ મામલે ભાજપ સાથે કોઈ વાત થઈ નથી. ચૌટાલાએ સ્પષ્ટ કર્યું કે મેં હજી ભાજપને સમર્થન આપવા મામલે કંઈજ વિચાર્યું નથી અને હું ભાજપનું સમર્થન નહી કરું.
દુષ્યંત ચૌટાલાને મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાજપાએ તમારી સાથે વાત કરવા માટે શિરોમણી અકાલી દળની મદદ લીધી છે? ત્યારે તેમણે કહ્યું કે મેં હજી આ મામલે કોઈની સાથે વાત કરી નથી. અમે સ્પષ્ટ કર્યું છે કે અમારા તમામ ધારાસભ્યો એકસાથે રહેશે. અમે અમારી પાર્ટી બેઠક કરીશું અને પછી નક્કી કરીશું કે અમારે શું કરવું છે.