નવી દિલ્હીઃ દેશમાં ચોથી લહેરની ચર્ચા તેજ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે જૂનમાં ચોથી લહેર આવવાની આશંકા છે. અમે આવનારા થોડા દિવસોમાં ગટરના પાણીનું સેમ્પલિંગ કરીશું. એનાથી કોરોના વાઇરસને કોમ્યુનિટી લેવલે પ્રસરતો અટકાવી શકાય, એમ સરકારના નિષ્ણાત ડો. એન. કે. અરોડાએ જણાવ્યું હતું.
જે દેશોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા, સિંગાપોર અને યુરોપમાં બુસ્ટર ડોઝ આપ્યા પછી સંક્રમણના કેસો નોંધાયા હતા. હાલ અમારું ધ્યાન દેશની વસતિને બંને ડોઝ આપવા પર છે. આ ઉપરાંત કોવિડ ટાસ્ક ફોર્સની નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેક્નિકલ ટીમે સપ્રેસ્ડ ઇમ્યુન સિસ્ટમ અને ઇમ્યુનો કોમ્પ્રોમ્યાઇઝ કેટેગરીમાં આવતા લોકોને બુસ્ટર ડોઝ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં ઇમ્યુન સિસ્ટમવાળા અને ઇન્ફેક્શન પ્રતિ લડવાની ક્ષમતા ન રાખતા અને સતત સ્ટેરોઇડ લેવાને કારણે નબળી ઇમ્યુન સિસ્ટમવાળા લોકોને રાખવામાં આવે છે. ટીમ દ્વારા આવા લોકોને બુસ્ટર ડોઝ દેવા માટે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.
આ સાથે અમે વાઇરસને પકડવા માટે સિવેજ સેમ્પલિંગ પણ એક-બે સપ્તાહમાં શરૂ કરવાના છીએ એટલે કે ગટરના પાણીનું પણ સેમ્પલિંગ કરવામાં આવશે. કેટલાક વાઇરસ મળની સાથે, નાહવા-ધોવા સમયે ગટરના પાણીમાં મળી જાય છે. એની ઓળખ આ પ્રકારના સેમ્પલિંગથી સરળતાથી થઈ શકે છે, એમ તેમણે કહ્યું હતું.
આ સાથે હવે રસી આવશે તો એ 5-12 વર્ષનાં બાળકોમાં લાગશે અને એ પછી 2-5 વર્ષનાં બાળકો માટેની રસી આવશે.