પઠાણકોટમાં લશ્કરી મથક નજીક ગ્રેનેડ ફેંકાયો

પઠાણકોટ (પંજાબ): અહીંના લશ્કરી મથકના પ્રવેશદ્વારની નજીક આજે વહેલી સવારે એક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. સદ્દભાગ્યે એમાં કોઈને ઈજા થઈ નહોતી. વિસ્ફોટને પગલે પોલીસ અત્યંત સતર્ક બની ગઈ છે. મોટરબાઈક પર સવાર અજાણ્યા શખ્સોએ પ્રવેશદ્વારની નજીક ગ્રેનેડ ફેંક્યો હતો અને તરત ત્યાંથી ભાગી ગયા હતા.

તે વિસ્તારમાં લગ્નની એક જાન પસાર થતી હતી ત્યારે હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યો હતો. ધડાકો ઈન્ડિયન આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. તે સ્થળેથી ગ્રેનેડના ભાગોને ભેગા કરીને તપાસ માટે મોકલી દેવાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]