પૂરી કોરોના-વિરોધી રસી લેનારાઓ માટે યુનિવર્સલ પાસ-કમ-સર્ટિફિકેટ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારી સામે રક્ષણ આપતી રસીના બંને ડોઝ લેનાર નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી યુનિવર્સલ પાસ-કમ-સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓમાં પ્રવાસ કરવા માટે, ઓફિસોમાં, શોપિંગ મોલ્સ, એરપોર્ટ્સ, રેલવે સ્ટેશનો વગેરે જેવા સ્થળોએ પ્રવેશ કરવા માટે આ યુનિવર્સલ પાસ ઘણો ઉપયોગી થશે.

યુનિવર્સલ પાસ-કમ-સર્ટિફિકેટ માટે નામ નોંધાવોઃ

સ્ટેપ 1: આ લિન્ક પર ક્લિક કરોઃ https://epassmsdma.mahait.org

સ્ટેપ 2: હોમ પેજ પર આ આઈકોન પર ક્લિક કરોઃ ‘Universal Pass For Double Vaccinated Citizen’

સ્ટેપ 3: તમે તમારો એ મોબાઈલ ફોન નંબર એન્ટર કરો જે તમે કોવિન પોર્ટલ પર રજિસ્ટર કર્યો છે.

સ્ટેપ 4: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પર આવેલો OTP એન્ટર કરો

સ્ટેપ 5: યુનિવર્સલ પાસ-કમ-સર્ટિફિકેટનું પ્રિન્ટઆઉટ કઢાવી લો

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]