કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને જુલાઈથી મળશે DA-DRના પૂર્ણ લાભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને આવતી 1 જુલાઈથી મોંઘવારી ભથ્થા (DA)ના પૂર્ણતમ લાભ મળશે. એમના ત્રણ પેન્ડિંગ રખાયેલા હપ્તા એમને ચૂકવી દેવામાં આવશે એવી આશા રખાય છે. આ જાણકારી રાજ્યકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ ઠાકુરે આજે રાજ્યસભામાં આપી હતી.

કેન્દ્રીય કર્મચારીઓના DA (ડીયરનેસ અલાવન્સ) અને પેન્શનધારકો માટેના DR (ડીયરનેસ રિલીફ)ની રકમ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે 2020ની 1 જાન્યુઆરીએ, 2020ની 1 જુલાઈએ અને 2021ની 1 જાન્યુઆરીએ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે એને 2021ના જુલાઈથી ચૂકવવાનું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આનાથી કેન્દ્ર સરકારના 50 લાખ જેટલા કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને લાભ થશે.