નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિને પરેડમાં સૌપ્રથમ વાર ભારતીય એર ફોર્સની ગરુડ ફોર્સ કર્તવ્ય પથ પર માર્ચ કરશે. સ્ક્વોર્ડ્રન લીડર પીએસ જૈયાવત ગરુડ દળનું નેતૃત્વ કરશે અને સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી આ દળની કમાન્ડર હશે. પ્રજાસત્તાક દિન સમારોહમાં ભારતીય નેવીનું જાસૂસી વિમાન Il-38ને સામેલ કર્યું છે, જેને શુભ પ્રસંગે પહેલી અને છેલ્લી વાર કર્તવ્ય પથ પર ઉડાન ભરવાની તક મળશે. ભારત આ પ્રસંગે વિશેષ દળો અને ભારત નિર્મિત મિસાઇલ શક્તિનું પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ભારતીય નેવીના IL-38 S D વિમાનનાં 44 વર્ષ રાષ્ટ્રને સેવાઓ આપી હતી. 17 જાન્યુઆરી, 2022એ એને નેવીના કાફલામાં દૂર કરી દેશે. આ વિમાનને 1977માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. પોતાના સર્વિસ કાળમાં એ વિમાન મજબૂતીથી સેનાનો સાથ આપ્યો હતો. IL-38 ઘણા લાંબા સમયથી ચાલતા અને બધી મોસમોને અનુકૂળ પર્યાપ્ત ઓપરેટિંગ રેન્જવાળું વિમાન છે.
વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ જણાવ્યું હતું કે આ વખતે પ્રજાસત્તાક દિને ફ્લાય-પોસ્ટ ઇન્ડિયન એર ફોર્સના 45 વિમાન સામેલ થશે. એ સાથે ભારતીય નેવીમાંથી એક અને ચાર હેલિકોપ્ટર સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ સિવાય મિગ-29, રાફેલ, જગુઆર SU-30 વગેરે વિમાનો એરો, એબ્રસ્ટ એરોહેડ ડાયમંડ અને અન્ય જેવા કુલ 13 ફોર્મેશન હશે.
પ્રજાસત્તાક દિનનો પ્રારંભ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાથી અને દેશના રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સલામી આપવાની સાથે શરૂ થશે. રાષ્ટ્રીય દ્વજ લહેરાવવામાં ફ્લાઇટ લેફ્ટેનન્ટ કોમલ રાની રાષ્ટ્રપતિની મદદ કરશે.