નવી દિલ્હીઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. આમાં ખેતીનો વિકાસ, બેરોજગારો માટે રોજગાર અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે જેને કોંગ્રેસના લોકસભાના ઘોષણાપત્રમાં શામિલ કરવામાં આવી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોદી સરકારના કાર્યકાળમાં અર્થવ્યવસ્થાને કયા નુકસાન થયા છે તે મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. આ મુદ્દાઓને કોંગ્રેસ જનતા વચ્ચે લઈ જશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાહુલ ગાંધીએ પોતાના દુબઈ પ્રવાસ બાદ રઘુરામ રાજન સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. આપને જણાવી દઈએ કે રઘુરામ રાજન યૂપીએ-2 સરકારમાં ઓગષ્ટ 2012 થી સપ્ટેમ્બર 2013 સુધી આર્થિક સલાકાર રહી ચૂક્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે ઘોષણા પત્રની કમીટી બનાવી છે. આ કમીટીની જવાબદારી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને સોંપાઈ છે અને તેમને આ કમીટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સીવાય સામ પિત્રોડા અને શશિ થરુર જેવા વિશેષજ્ઞો મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.