નવી દિલ્હીઃ છત્તિસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની તબિયત અચાનક લથડી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદના કારણે તેમને રાયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર બતાવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સવારે બ્રેકફાસ્ટ દરમિયાન અચાનક તેમને હ્યદમાં ભયંકર દુઃખાવો થવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ દરમિયાન તેમની પત્ની રેણુ જોગી સાથે ઉપસ્થિત હતી. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અજિત જોગીના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે અમિત જોગી સાથે ફોન પર વાત કરી હતી. ભૂપેશ બઘેલે એક ટવીટમાં જણાવ્યું હતું કે તેમણે તેમના પુત્ર અમિત જોગી જી સાથે ફોન પર છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગી જીની તબિયત વિશે વાત કરી હતી. હું તેમની ઝડપથી રિકવરીની ઇચ્છા કરું છું.