વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડસ્તર પર, 1991માં ગીરવે મૂકવું પડ્યું હતું સોનું…

નવી દિલ્હીઃ દેશનો વિદેશી મુદ્રા ભંડાર 21 જૂનના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં 4.215 અબજ ડોલર વધીને અત્યાર સુધીના સૌથી ઉચ્ચત્તમ સ્તર 426.42 અબજ ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા રેકોર્ડ 13 એપ્રિલના રોજ બન્યો હતો. તે સમયે આ 426.028 અબજ ડોલરના સ્તર પર હતો. ગત સમીક્ષાધીન સપ્તાહમાં ભંડાર 1.358 અબજ ડોલર ઘટીને 422.2 ડોલર પર હતો. આંકડાઓ અનુસાર વિદેશી મુદ્રા પરિસંપત્તિમાં વૃદ્ધીને લઈને મુદ્રાભંડારમાં તેજી નોંધાઈ છે. આ વિદેશી મુદ્રા ભડારનો સૌથી મોટો ઘટક છે.

રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર 21 જૂનના રોજ સમાપ્ત થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા પરિસંપત્તિ 4.202 અબજ ડોલર થઈ પર પહોંચી. આ દરમિયાન દેશનો સોના ભંડાર 22.958 અબડ ડોલરના પૂર્વસ્તર પર રહ્યો. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષથી વિશેષ આહરણ અધિકાર 42 લાખ અબજ ડોલર વધીને 1.453 અબજ ડોલર પર પહોંચી ગયો. તો આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પાસે દેશનો ભંડાર 96 લાખ ડોલર વધીને 3.354 અબજ ડોલર થઈ ગયો.

વિદેશી મુદ્રા ભંડાર કોઈપણે દેશની કેન્દ્રીય બેંક દ્વારા રાખવામાં આવેલી ધનરાશી અથવા અન્ય પરિસંપત્તિઓ છે. જેથી જરુરત પડવા પર તે પોતાની દેણદારીઓની ચૂકવણી કરી શકે. આ પ્રકારની મુદ્રાઓ કેન્દ્રીય બેંક જાહેર કરે છે. સાથે જ સરકાર અને અન્ય નાણાકિય સંસ્થાનો દ્વારા કેન્દ્રીય બેંક પાસે જમા કરાવેલી રકમ હોય છે. આ ભંડાર એક અથવા તેનાથી વધારે મુદ્રાઓમાં રાખવામાં આવે છે. મોટાભાગે ડોલર અને કેટલાક અંશે યૂરો પણ વિદેશી મુદ્રા ભંડારમાં શામિલ હોય છે. વિદેશી મુદ્રા ભંડારને ફોરેક્ટ રિઝર્વ અથવા એફએક્સ રિઝર્વ પણ કહેવામાં આવે છે.

કુલ મળીને વિદેશી મુદ્રા ભંડારમાં માત્ર વિદેશી બેંક નોટ, વિદેશી બેંક જમા, વિદેશી ટ્રેઝરી બિલ અને અલ્પકાલિક અને દીર્ઘકાલિક વિદેશી સરકારી સિક્યુરીટીઝ શામિલ હોવી જોઈએ. જો કે સોનાનો ભંડાર, એસડીઆર, અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, પાસે જમા રકમ પણ વિદેશી મુદ્રા ભંડારનો ભાગ હોય છે.

દેશની અર્થવ્યવસ્થામાં વિદેશી મુદ્રા ભંડારનું મહત્વનું યોગદાન હોય છે. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર નવેમ્બર 1990 જૂન 1991 સુધી સાત મહીનાઓ માટે તેઓ દેશના વડાપ્રધાન રહ્યા.

જ્યારે ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા ત્યારે દેશની આર્થિક સ્થિતી અત્યંત ખરાબ હતી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી. રાજનૈતિક સ્થિતી પણ અસ્થિર હતી, ભારતની અર્થવ્યવસ્થા ચૂકવણીના સંકટમાં ફસાયેલી હતી. આ જ સમયે રિઝર્વ બેંકે 47 ટન સોનું ગીરવે રાખીને ઉધાર લેવાનો નિર્ણય કર્યો. તે સમયની ગંભીર સ્થિતીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય, કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.1 અબજ ડોલર જ રહી ગયો હતો. આટલી રકમ ત્રણ સપ્તાહની આયાત માટે પણ પૂરતી નહોતી.