નવી દિલ્હી- રાજધાની દિલ્હી અને NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નવા વર્ષનું સ્વાગત ગાઢ ધુમ્મસે કર્યું છે. દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 6.6 ડિગ્રી નોંધાયુ હતું. ઉપરાંત વિઝીબિલીટી પણ 50 મીટર કરતાં ઓછી થી ગઈ હતી. જેની વાહન વ્યવહાર ઉપર પડી હતી. 56 ટ્રેન અને 20 ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતાં મોડી થઈ હતી. જ્યારે 15 ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી.
ગાઢ ધુમ્મસને કારણે 5 ડોમેસ્ટિક અને 7 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી થઈ હતી. જ્યારે એક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. દિલ્હી રનવે પર વિઝીબિલટી સામાન્યથી ઓછી હોવાને કારણે એરપોર્ટ ઓપરેશન અટકાવવાની ફરજ પડી હતી.
સોમવારે સવારે દિલ્હીનું તાપમાન 5.7 ડિગ્રી નોંધાયું હતું. જે આ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. આ પહેલા 24 ડિસેમ્બરે તાપમાન 6.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તામપાન હજી ઘટશે અને ઠંડી વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ઉપરાંત પ્રદૂષણનું સ્તર પણ રવિવારની સરખામણીએ થોડું ઓછું રહ્યું છે.