પીએમઈન્ડિયા બહુભાષી વેબસાઇટ હવે 13 ભાષામાં ઉપલબ્ધ

નવી દિલ્હી- વડાપ્રધાન ઓફિસની સત્તાવાર વેબસાઈટનું આસામી અને મણિપુરી ભાષામાં સંસ્કરણ શરુ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઈટ www.pmindia.gov.in છે. જેને અંગ્રેજી અને હિન્દી ઉપરાંત દેશની 11 પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આસામ અને મણિપુરના લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને હવે આસામી અને મણિપુરી ભાષાઓનું સંસ્કરણ પણ શરુ કરવામાં આવ્યું છે. જે પ્રાદેશિક ભાષાઓમાં પીએમની વેબસાઈટ ઉપવબ્ધ કરાવવામાં આવી છે તેમાં આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વેબસાઈટની લીંક આ મુજબ છે

Assamese: https://www.pmindia.gov.in/asm/

Bengali: https://www.pmindia.gov.in/bn/

*Gujarati: https://www.pmindia.gov.in/gu/*

Kannada: https://www.pmindia.gov.in/kn/

Marathi: https://www.pmindia.gov.in/mr/

Malayalam: https://www.pmindia.gov.in/ml/

Manipuri: https://www.pmindia.gov.in/mni/

Odia: https://www.pmindia.gov.in/ory/

Punjabi: https://www.pmindia.gov.in/pa/

Tamil: https://www.pmindia.gov.in/ta/

Telugu: https://www.pmindia.gov.in/te/

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વધુને વધુ નાગરિકોને તેમની પોતાની ભાષામાં માહિતી મળી રહે તે માટે સતત  પ્રયાસરત રહે છે. અને વેબસાઈટનું પ્રાદેશિક ભાષામાં લૉન્ચિંગ પણ આ પહેલનો જ એક ભાગ છે. વેબસાઈટના પ્રાદેશિક ભાષામાં વધી રહેલાં વ્યાપથી દેશનાં તમામ વિસ્તારોમાં રહેતાં લોકો અને કેન્દ્ર સરકાર વચ્ચે કલ્યાણ અને વિકાસ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર આદાનપ્રદાન વધશે એવી અપેક્ષા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]