નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે કહ્યું હતું કે આજે જ્યારે વિશ્વ કોરોના રોગચાળાનો મુકાબલો કરી રહ્યું છે, ત્યારે યોગ આશાનું એક કિરણ બન્યું છે. આ મુશ્કેલ સમયમાં લોકો યોગને ભૂલી શકતા હતા, એની ઉપેક્ષા કરી શકતા હતા, પણ લોકોમાં યોગ પ્રતિ ઉત્સાહ વધ્યો છે. યોગથી પ્રેમ ઓર વધ્યો છે.
21 જૂનની તારીખે છેલ્લાં કેટલાંક વરસોમાં ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે. છ વર્ષ પહેલાં આંતરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં ઇતિહાસ નોંધાયો હતો, જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂને આંતરરાષ્ટ્રીય જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાનું આહ્વાન કર્યું હતું અને જોતજોતામાં વિશ્વના તમામ દેશો આ ચળવળમાં સામેલ થયા.
ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને યોગ દિવસને તહેવાર ઊજવવામાં આવે છે. 21 જૂન ની એક વિશેષતા એ છે કે એ વર્ષના દિવસોમાં સૌથી લાંબો દિવસ હોય છે અને યોગના નિરંતર અભ્યાસથી વ્યક્તિને લાંબું જીવન મળે છે. એટલે આ દિવસે યોગ દિવસના રૂપમાં ઊજવવાનો નિર્ણય કર્યો હતો.
દેશ-દુનિયાના ઇતિહાસમાં 21 જૂનની તારીખ પર અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનાઓ
1756: જોન જેડ હોલવેલના નેતૃત્વવાળી અંગ્રેજ સેનાની ટુકડીના બંગાળના નવાબ સિરાજઉદ્દોલાની સમક્ષ આત્મસમર્પણ પછી146 અંગ્રેજોને એક રૂમમાં બંધ કર્યા, તેમાંથી 123નાં મોત થયાં હતાં. 1862: જ્ઞાનેન્દ્ર મોહન ટેગોર લિંકન્સ ઇનથી વકીલાતની ડિગ્રી હાંસલ કરવાવાળા પ્રથમ ભારતીય બન્યા. 1898: અમેરિકાએ સ્પેનને હરાવીને ગુઆમ પર કબજો કર્યો. 1933 ભારતના પ્રસિદ્ધ લેખક, નવલકાથાકાર, નાટકકાર, આલોચક તથા વ્યંગકાર મુદદ્રારાક્ષસનો જન્મ. 1948: સીરાજગોપાલચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. તેઓ દેશના અંતિમ ગવર્નર જનરલ બન્યા. 1975: વેસ્ટ ઇન્ડિઝે પહેલો ક્રિકેટ વિશ્વ કપ જીત્યો. 1991: પીવી નરસિંહરાવ ભારતના નવમાં વડા પ્રધાન બન્યા. 2009: ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ સુપર સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટનો પુરસ્કાર જીતનારી પહેલી ભારતીય મહિલા બની. 2012: ઓસ્ટ્રેલિયા જઈ રહેલી નૌકા ડૂબવાથી 90 શરણાર્થીઓનાં મોત. 2015: પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પહેલ પર વિશ્વના આશરે બધા દેશ સ્વસ્થ રહેવા માટે યોગના પ્રસારની આ ચળવળમાં સામેલ. |