આ વર્ષે ‘અલ નિનો’ને પગલે ચોમાસું નબળું રહેવાની ભીંતિ

નવી દિલ્હીઃ હવામાનનું પૂર્વામાન બતાવતી કેટલીક એજન્સીઓએ આ વર્ષે પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં અલ નિનોના વાપસીની સંભાવના દર્શાવી છે. નાણાં મંત્રાલયે જાન્યુઆરીના માસિક આર્થિક સમીક્ષા રિપોર્ટમાં કહ્યું હતું કે જો અલ નિનોની વાપસીથી જોડાયેલો અંદા સાચો સાબિત થશે તો એ ભારતમાં આ વર્ષે નબળા ચોમાસાની ભવિષ્યવાણી કરે શકે છે. જેથી નાણાં વર્ષ 2024માં ઉત્પાદનમાં ઘટાડો અને કિંમતોમાં વધારાથી સ્થિતિ જોવા મળી શકે છે.

સમીક્ષા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો અલ નિનોની ભવિષ્યવાણીઓ સટિક સાબિત થઈ તો મોન્સુન સીઝનમાં થનારો વરસાદ ઓછો થવાની શક્યતા છે. એનાથી કૃષિ ઉત્પાદન ઓછું થઈ શકે છે અને કિંમતો વધી શકે છે. ભૂરાજકીય સંઘર્ષ ને એના પગલે સપ્લાય ચેઇનમાં મુશ્કેલીઓ જેવી વૈશ્વિક સમસ્યાઓ આપણે 2022માં જોવા મળી હતી. જે હજી પણ મુશ્કેલી બનેલી છે અને એ મોંઘવારીને ઊંચા સ્તર બનાવી રાખશે.

નાણાકીય વર્ષ 2023 માટે આર્થિક સર્વેમાં FY24 માટે 6.5 ટકા વૃદ્ધિદર અંદાજવામાં આવ્યો હતો, પણ સંભવિત જોખમોની તુલનામાં વધુ નકારાત્મક છે. આ પ્રકારે કિંમતોની સાથે, નાણાકીય ખાધ FY23ની તુલનામાં FY 24માં એક પડકાર ઓછો હોઈ શકે છે.

શું હોય છે અલ નિનો?

અલ નિનો એક એવી પ્રક્રિયા, જેનાથી પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થાય છે. સપાટીના સામાન્યથી વધુ ગરમ હોવાથી હવાની પેટર્નમાં બદલાવ આવે છે. પ્રશાંત મહાસાગરમાં ચાલતી હવાઓ દક્ષિણ તરફ આગળ વધે છે. આ ફેરફારને પગલે વિશ્વના હવામાન પર અસર પડે છે. એ દર ત્રણથી સાત વર્ષમાં એક વાર થાય છે. અમેરિકી સરકારની નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે આ વર્ષે અલ નિનો બનવાની સંભાવના દેખાઈ રહી છે.