આર્થિક સર્વેઃ મહિલાઓ, ખેડૂતો અને આમ આદમીની પ્રાથમિકતા
નવી દિલ્હીઃ આર્થિક સર્વે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. વર્ષ 2023-24માં વિકાસદર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એ ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષમાં સાત ટકા રહેવાના અંદાજિત વૃદ્ધિદરની તુલનામાં ઓછો છે.
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર વિશ્વના અન્ય દેશોની તુલનાએ જલદી રિકવરી જોવા મળી. આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ઘરેલુ માગ, મૂડીરોકાણમાં વધારો થવાથી ગ્રોથને મજબૂતી મળશે. સરકારની મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય માનવી માટે પ્રાથમિકતા છે અને રહેશે.
આર્થિક સર્વેમાં ચાલુ ખાતાની ખોટ વધતા રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.
નાણાં વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ઝડપ સાત ટકા રહેવાની શક્યતા છે.
એપ્રિલ-નવેમ્બર 2022ના સમયગાળા માટે પ્રત્યક્ષ કરની આવકમાં ઉછાળો થયો છે
ઘટતા શહેરી બેરોજગારી દર અને કર્મચારી ભવિષ્ય નિધિમાં ઝડપથી રજિસ્ટ્રેશનમાં –રોજગારી સર્જનમાં વધારો જોવા મળ્યો છે.
જીવનધોરણ સરળ બનાવવા માટે જાહેર ચીજવસ્તુઓના ઉત્પાદન, કૃષિ ઉત્પાદકતામ્ વધારો અને વિકાસમાં સહ-ભાગીદાર તરીકે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહ આપવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે.
નાણાસંસ્થાઓને ઋણ દેવામાં વધારો થયો છે.
ખાનગી કેપેક્સમાં વધારો થઈ રહ્યો છે.
એપ્રિલ, 2022થી અનુસૂચિત વેપારી બેન્કો દ્વારા બિન-ખાદ્ય લોન વૃદ્ધિ દ્વિઅંકીમાં વધી રહી છે.
સામાજિક ક્ષેત્રે વ્યય (કેન્દ્ર-રાજ્યોને મળીને) 21.3 લાખ કરોડ સુધી વધ્યો છે. એ FY16માં એ રૂ.9.1 લાખ કરોડ હતો.