શું 370 બહાલ કરીને આતંકવાદ લાવવા ઇચ્છે છે રાહુલ ગાંધી?: CM યોગી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC)ના ગઠબંધન પર તીખો હુમલો કર્યો છે. એ ગઠબંધન રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર સવાલ ઊભા કરતાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે શું તેમની પાર્ટી જમ્મુ-કાશ્મીર માટે અલગ ઝંડાની ઘોષણાનું સમર્થન કરશે? તેમણે સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ આર્ટિકલ 370 અને આર્ટિકલ 35Aની બહાલી દ્વારા જમ્મુ-કાશ્મીરને ફરીથી અશાંતિ અને આંતકવાદના દોરમાં ધકેલવા માટે NCના પ્રસ્તાવનું સમર્થન કરશે?

આ ગઠબંધનથી કોંગ્રેસનો અનામતવિરોધી ચહેરો ઉજાગર થયો છે. શું કોંગ્રેસ દલિતો, ગુર્જરો, બકરવાલ અને પહાડી સમુદાયોને અનામતને ખતમ કરવા માટે NCના નિર્ણયને સમર્થન કરશે?  કોંગ્રેસે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું એ પાકિસ્તાનની સાથે LOC ટ્રેડ ફરીથી શરૂ કરવાની તરફેણમાં છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું ક ભારતના મુકુટ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 અને 35Aનું કલંક દૂર કર્યા પછી ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને પ્રતિબદ્ધતા બતાવી હતી અને હવે ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. આ ચૂંટણી પર વિશ્વની નજર છે. કોંગ્રેસ ફરી એક વાર દેશવિરોધી ઇરાદા બતાવ્યા છે. નેશનલ કોન્ફરન્સે ઘોષણાપત્ર જારી કર્યો છે. જેમા ભારતની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

હું રાહુલ ગાંધીને પૂછવા માગું છું કે શું કોંગ્રેસ જમ્મુ-કાશ્મીર માટે અલગ ઝંડો રાખવાની ઘોષણાનું સમર્થન કરે છે. શું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી નેશનલ કોંન્ફરન્સની સરકારથી વેપાર શરૂ કરવા અને સીમા પારથી આતંકવાદ અને તંત્રને સમર્થન આપીને નિર્ણયને ટેકો આપે છે? કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.