અમદાવાદઃ અનેક બેંક ગ્રાહકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાણ કરી હતી કે તેમણે તેમનો પેન-કાર્ડ નંબર અપડેટ કરવાની જરૂર છે, નહીં તેમનું યોનો એકાઉન્ટ હાલપૂરતું ફ્રીઝ કરી દેવામાં આવશે. જો તેમણે તેમનું SBI યોનો એકાઉન્ટ પુનઃ ચાલુ કરાવવું હોય તો પાન-કાર્ડને ત્વરિત અપડેટ કરાવો- જો તમને આવો મેસેજ મળ્યો હોય તો એ મેસેજ ફેક (ખોટો) છે. સરકારની સત્યતાની તપાસકર્તાએ SBIના ગ્રાહકોને આ ફેક મેસેજ સામે ચેતવ્યા હતા.
વાસ્તવમાં સ્ટેટ બેન્કને નામે સાઇબર ગુનો કરતા લોકો ખાતાધારકોને અકાઉન્ટ બંધ થઈ જશેનો ડર બતાવીને તેમની વ્યક્તિગત માહિતી ચોરી લે છે. સરકારે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સથી આ મેસેજથી જોડાયેલી સત્ય માહિતી શેર કરી છે. એક વાઇરલ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે SBI ગ્રાહક પોતાનું પેન કાર્ડ અપડેટ નહીં કરાવે તો તેમનું યોનો અકાઉન્ટ આજે જ બંધ કરી દેવામાં આવશે. જે પછી એક ફેક લિન્ક પણ આપવામાં આવી હતી. જેમાં અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at👇
✉️ report.phishing@sbi.co.in
📞1930 pic.twitter.com/GiehqSrLcg
— PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022
આ વાઇરલ મેસેજને PIB ટેક કરી છે. જેમાં માલૂમ પડ્યું હતું કે આ માહિતી તદ્દન ખોટી છે. SBIએ આવો કોઈ મેસેજ ખાતાધારકને નથી મોકલ્યો. SBIએ ખાતાધારકોને જણાવ્યું હતું કે બેન્ક આ પ્રકારની લિન્ક મોકલીને કોઈ પણ વ્યક્તિગત માહિતી અપડેટ કરવા માટે નથી કહેતી. જો તમને આ પ્રકારનો મેસેજ કોઈ મોકલે તો તમે એની ફરિયાદ ઈમેઇલ આઇડી report.phishing@sbi.co.in પર નોંધાવી શકો છો. આ સિવાય તમે 1930 નંબર પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
વર્ષ 2021-22માં બેન્કના ખાતાધારકોએ ATM, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ થકી છેતરપિંડીથી આશરે રૂ. 179 કરોડ ગુમાવ્યા હતા, જ્યારે વર્ષ 2020-21 બેન્કિંગ છેતરપિંડીની રબ. 216 કરોડ ગુમાવ્યા છે, એમ આરબીઆઇ ડેટા કહે છે.