નવી દિલ્હીઃ કાજૂ અને કિશમિશ એક રુપિયા પ્રતિકીલો… જી હાં, આ વાત એકદમ સાચી છે, બિહારની એક શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે એજન્સી સામાનનો સપ્લાય કરે છે તેણે આ રેટ રાખ્યો છે. સૂકામેવાની ખુલ્લા બજારમાે જે ભાવ હોય એ, પણ આ એજન્સી માટે આઠસો રુપિયે કિલો કાજૂનો સામાન્ય બજાર ભાવ રાખવામાં માનતાં નથી. બિહારની બજારના આ રહસ્યમય બજારભાવોએ ઘણાંની આંખો ચાર કરવા સાથે તપાસ એજન્સીઓને નોંતરી દીધી છે. તો 5 રુપિયામાં મળનારું ઈંડુ 16 રુપિયાનું એક આપવામાં આવી રહ્યું છે. 800 રુપિયા પ્રતિકિલો વાળા કાજુ એક રુપિયા પ્રતિ કિલો આપવામાં આવી રહ્યાં છે. પરંતુ જ્યારે આ ગોરખધંધાની તપાસ થઈ તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય.
આ રહસ્યમયી બજાર છે સર્વ શિક્ષા અભિયાનનું. બિહારમાં મુઝફ્ફરપુરના 16, કસ્તૂરબા ગાંધી વિદ્યાલયમાં સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી એક એજન્સી આપૂર્તી કરી રહી છે. એજન્સીએ કાજૂ એક રુપિયા કીલો, કિશમિશ એક રુપિયાની કીલો, અને એક ઈંડુ 16 રુપિયાનું, ચણદાળ 199 રુપિયા પ્રતિ કિલો, ચણા 199 રુપિયા પ્રતિ કિલો તો ચણા સત્તુ એક રુપિયા પ્રતિકીલોના ભાવે વેચાય છે.
લસણ 1 રુપિયા પ્રતિ કિલો તેમજ નાની ઈલાઈચી પણ એક રુપિયા પ્રતિ કિલો. આ મામલે ખુલાસો ત્યારે થયો કે જ્યારે રાજેશ કુમાર નામક એક આરટીઆઈ એક્ટિવિસ્ટે સર્વ શિક્ષા અભિયાન પાસેથી વિગતો માંગી.
હકીકતમાં માલસામાનની આપૂર્તિની આ જવાબદારી સર્વ શિક્ષા અભિયાનના DPO ની અધ્યક્ષતામાં ગઠિત કમીટીએ એક એજન્સીને આપી છે. મુઝફ્ફરપુર જિલ્લાની 16 કસ્તૂરબા ગાંધી આવાસીય વિદ્યાલયમાં આ એજન્સી અજીબોગરીબ દર પર આપૂર્તી કરી રહી છે. એજન્સીએ એ સામાનની કીંમત એક રુપિયા સુધી કરી દીધી છે કે જેની આપૂર્તી તે નથી કરતી અને જેની આપૂર્તી કરી રહી છે, તે સામાનની કીંમત ત્રણ ગણી કરીને લૂંટ ચલાવવામાં આવી રહી છે.
પાપડનું પેકેટ 80 રુપિયા, લાઈફબોય સાબુ 30 રુપિયા, ડુંગળી-બટાકા 31 રુપિયાના કીલો આ પ્રકારના સામાનોનું તો લાંબુ લિસ્ટ છે. ત્યારે આમ છતા પણ શિક્ષણ પદાધીકારી અને શિક્ષા અભિયાન સહ અધ્યક્ષ ક્રય સમિતિએ કઈ પરિસ્થિતીમાં આની સ્વીકૃતિ આપી દીધી, સરકારે તેની તપાસ કરવી પડશે. ત્યારે જ ભ્રષ્ટાચારનો ચહેરો ખુલ્લો પડશે.