નોટો અને સિક્કાઓના ફિચર્સ શા માટે બદલતી રહે છે RBI, બે સપ્તાહમાં જણાવો…

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે પોતાના સવાલોના જવાબ ન મળવા પર ભારતીય રીઝર્વ બેંકને ફટકાર લગાવી છે. કોર્ટે આરબીઆઈને પૂછ્યું હતું કે તે કરન્સી નોટો અને સિક્કાઓના ફિચર્સ વારંવાર શા માટે બદલતી રહે છે. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેંક નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડની અરજીની સુનાવણી કરી રહી હતી. એસોસિએશનની માગ છે કે કરન્સી નોટ અને સિક્કાઓ દ્રષ્ટિહીનોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે.

હાઈકોર્ટે આરબીઆઈને 1 ઓગસ્ટ સુધી આનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો કે આખરે નોટની સાઈઝ વારંવાર બદલવાની તેની શું મજબૂરી છે. આના પર આરબીઆઈના વકીલે નોટોને બદલવાના નિર્ણયનો જૂનો ઈતિહાસ, કારણોની તપાસ અને આંકડાઓ એકત્ર કરવા માટે સમયની માંગ કરી તો કોર્ટે ફટકાર લગાવી છે. ચીફ જસ્ટીસ નંદરાજોગે કહ્યું કે, નિર્ણય માટે તમારે આંકડાની જરુરિયાત નથી. અમે તમને એ નથી પૂછતા કે આપે કેટલી નોટો છાપી.

જજોએ કહ્યું કે નકલી નોટો પર લગામ લગાવવા માટે નોટ બદલવાનો દાવો નોટબંધીમાં થઈ ચૂક્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે આરબીઆઈ પાસેથી જાહેર દરેક મુદ્રા પાછી તેની જ પાસે જાય છે. બેંચ નોટ બદલવાના કારણ બતાવાવામાં ગુસ્સે થઈ. તેણે કહ્યું કે જો મોડું થવાનું કોઈ તાર્કિક કારણ હતું તો કોર્ટને પહેલાં જ જણાવી દેવું હતું.

બોમ્બે હાઈકોર્ટના જજોએ કહ્યું કે આરબીઆઈ પોતાની શક્તિઓને આ પ્રકારે ઉપયોગમાં ન લઈ શકે કે લોકોને તકલીફ થાય. તેમણે કહ્યું કે કોઈ નાગરિક પીઆઈએલ ફાઈલ એ પણ પૂછી શકે છે કે એક રુપિયાની નોટ સર્ક્યુલેશનથી બહાર શા માટે થઈ ગઈ. તે તો લીગલ ટેન્ડર છે. જજોએ કહ્યું કે દ્રષ્ટિહીન લોકોને તેની સાઈઝ સમજવામાં સમય લાગે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે એટલું તો કહી દો કે ભવિષ્યમાં નોટોનો આકાર નહી બદલવામાં આવે. જો આપ એ કહી દેશો તો સમસ્યા લગભગ સમાપ્ત થઈ જશે. આરબીઆઈને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]