નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંક્રમણને લીધે વિશ્વભરમાં લોકોના મોતના આંકડા સતત વધી રહ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસ 10 લાખ 11 હજારથી પણ વધી ગયા છે અને વૈશ્વિક મોતનો આંકડો પણ 52,800ને પાર પહોંચી ગયો છે. કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અમેરિકા, ઇટાલી સ્પેન, જર્મની અને ચીન જેવા દેશોમાં છે. અત્યાર સુધી સૌથી વધુ કોરોના કેસ અમેરિકામાં 2,42,182 નોંધાયા છે, એમ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ માહિતી આપી હતી.
દેશમાં કોરોના વાઇરસના 2069 કેસ અને 53નાં મોત
કોરોનો વાઇરસના કેસમાં દિન-પ્રતિદિન સતત વધતા જાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસને કારણે 53 લોકોનાં મોત થયાં હતાં અનમે 2,069 લોકોને આ રોગના શિકાર થયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 235 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 12 કલાકકમાં 12 લોકોનાં કોવિડ-19થી મોત થયાં છે અને 12 જણ આ બીમારીમાંથી સાજા પણ થયા છે. કોરોના વાઇરસને કારણે દેશમાં 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન છે.
વડા પ્રધાને મુખ્ય પ્રધાનો સામે વિડિયો કોન્ફરન્સિંગ કરીઆ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના જોખમને લઈને રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. તેમણે મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે કોવિડ-19ના દર્દીઓ માટે અલગ, વિશેષ હોસ્પિટલોની જરૂર છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે આગામી કેટલાંક સપ્તાહો સુધી સાવધાની રાખવામાં આવે.