કોરોનાના 34,884 નવા કેસ, 671નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. અમરિકા પછી સૌથી વધુ કોરોનાના કેસ બ્રાઝિલમાં નહીં પણ દેશમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 34,884 નવા કેસ સામે આવ્યા છે અને 671 લોકોનાં મોત થયાં છે. જ્યારે બ્રાઝિલમાં 33,959 નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 10,38,716 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 26,273 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 6,53,751 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,58,692એ પહોંચી છે. રિકવરી રેટ 62.93 ટકાથી વધુ થયો છે.

વિશ્વમાં 24 કલાકમાં 2.36 નવા કોરોનાના કેસ

વિશ્વમાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના સૌથી વધુ 2.36 નવા કેસ નોંધાયા છે અને 5468 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં આ રોગચાળાને કારણે 1,41 કરોડ લોકો સંક્રમિત થયા છે અને કોરોનાથી અતયાર સુધી 5.99 લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.