નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેથી કુલ કેસોની સંખ્યા 26 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 57,981 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 941 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 26,47,663 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 50,921 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 19,19,842 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,76,900 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 26.52 ટકા છે અને મૃત્યુદર 1.93 ટકા છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.
વિશ્વમાં કોરોનાના 2.12 લાખ નવા કેસ
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પાછલા 24 કલાકમાં વિશ્વમાં 2.12 લાખ નવા કેસ નોંધાયા છે અને 4525 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 2.18 કરોડથી વધુ લોકો સંક્રમિતો થયા છે, જ્યારે 7,72,751 લોકોનાં મોત થયા છે. વિશ્વમાં હાલ 65 લાખ સક્રિય કેસ છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.