નવા વર્ષના પ્રારંભે કોરોના વિસ્ફોટઃ કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. બીજી બાજુ, દેશના નવા વર્ષે કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.  શનિવારે અત્યાર સુધી મુંબઈમાં 6347 કોરોનાના કેસો નોંધાયા હતા. રાજસ્થાનમાં પણ અત્યાર સુધી ઓમિક્રોનના 52 કેસો નોંધાયા હતા. દિલ્હીમાં પણ અત્યાર સુધી 2716 કેસો નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુક્ય સચિવોને કોરોનાના કેસોમાં વધારા સામે ઉપાયો વિશે પત્ર લખ્યો છે. કેન્દ્રએ રાજ્યોને હંગામી હોસ્પિટલો, હોમ આઇસોલેશનની દેખરેખ વધારવા અને ઓમિક્રોનના વધતા જોખમની વચ્ચે વિશેષ ટીમોની રચના કરવાના નિર્દેશ આપ્યા છે. દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટ ઝડપથી વધવા લાગ્યા છે. ક્રિસમસ, નવા વર્ષ પર બજારો, જાહેર સ્થળોએ ભીડની વધી રહી છે. વળી દિલ્હી મુંબઈમાં ઓમિક્રોન સહિત કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો છે.

મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી 10થી વધુ પ્રધાનો અને કમસે કમ 20 વિધાનસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં શુક્રવારે મુબઈમાં જ 8047 નવા કેસો નોંધાયા હતા, જે ગુરુવારથી 50 ટકા વધુ હતા. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેપિડ ટેસ્ટ વધારવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લા સ્તરે જરૂરી દવાઓ અને ઓક્સિજનનો પર્યાપ્ત સ્ટોક પણ વધારવા માટે નિર્દેશ આપ્યા હતા.