ઝોમેટોની 10-મિનિટની ફૂડ ડિલિવરીની ઘોષણા પર વિવાદ

ચેન્નઈઃ ઝોમેટોના પાઇલટ પ્રોજેક્ટમાં ગ્રાહકોને 10 મિનિટમાં ડિલિવરી પહોંચાડવાના પ્રસ્તાવને આપવાને લઈને તામિલનાડુ અને કર્ણાટક સહિત દક્ષિણનાં રાજ્યોમાં સુરક્ષા અને સંભવિત ટ્રાફિકના ઉલ્લંઘનને લઈને કાયદાવિદો ચિંતિત છે. જેથી ચેન્નઈના ટ્રાફિકના વહીવટકારોએ કંપનીના એક્ઝિક્યુટિવ્સને સમન્સ પાઠવ્યા હતા અને તેમણે તત્કાળ ડિલિવરીની સર્વિસ માટે સ્પષ્ટીકરણ માગ્યું હતું. એમ આ ચર્ચા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું.

કંપનીએ 10 મિનિટની સર્વિસ પસંદગીના શહેરોમાં માટે એક પાઇલટ પ્રોજેક્ટ હોવાનું જણાવ્યું હતું અને એને હજી ચેન્નઈમાં લાગુ નથી કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એ સમયે ટ્રાફિક વહીવટકારોએ કંપની પાસે યોજનાને લાગુ કરતાં પૂર્વે ખુલાસો જાહેર કરવા નિર્દેશ આપ્યા હતા, એમ સૂત્રોએ કહ્યું હતું.

વિભાગની આ લાગુ કરતાં પહેલાં સિસ્ટમ અને પ્રથાઓ વિશે જાણે છે, એમ બેઠકમાં હાજર રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ બેઠકમાં ડિલિવરી ભાગીદારો દ્વારા કરવામાં આવતા ટ્રાફિકના ઉલ્લંઘન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ફૂડ ડિલિવરી  કંપનીઓએ રોડ સેફ્ટીનાં ધારાધોરણોનું પાલન કરવું જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે કંપનીનો ત્કાળ ડિલિવરી પાઇલટ પ્રોજેક્ટ ગુરુગાવમાં જ કાર્યરત છે. જો જરૂર પડ્યે જેતે સ્થળોએ અમે સ્થાનિક સત્તાવાળા સાથે મળીને કામ કરીશું, એમ કંપનીએ જણાવ્યું હતું. આના પર પ્રતિક્રિયા આપતાં કંપનીના સંસ્થાપક દીપિન્દર ગોયલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે 10 મિનિટની ડિલિવરી માત્ર એક-બે કિલોમીટરની અંદરની રેસ્ટોરાં પર લાગુ થાય છે.