31 માર્ચ પહેલાં ભૂલ્યા વગર આ આઠ કાર્યો કરવાં ખૂબ જરૂરી

નવી દિલ્હીઃ માર્ચ, 2022 પૂરું થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એ પહેલાં કેટલાંક કામો છે, જે કરવાં બહુ જરૂરી છે. જો એ પૂરાં ના થાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ આઠ કાર્યો 31 માર્ચ અથવા એ પહેલાં કરવાં બહુ જરૂરી છે. આમાં પેન-આધાર લિન્કિંગ, વિલંબિત ITR ફાઇલિંગ, બેન્ક ખાતા KYC અપડેટ, PPF, NPS, વગેરે જેવાં નાની બચત યોજનાઓથી સંબંધિત મહત્ત્વનાં કાર્યો સામેલ છે.

31 માર્ચ, 2022 પહેલાં પેન કાર્ડને આધાર નંબર સાથે લિન્ક કરવું મહત્ત્વનું છે. જો એ નહીં કરવામાં આવે તો પેન-કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તમને એના પર દંડ પણ ચૂકવવો પડશે. જો તમે પેન-આધાર લિન્ક નહીં કરો તો તમે ITR નહીં ભરી શકો. વળી, નાણાકીય વર્ષ પછી પેન-આધારને લિન્ક કરવા માટે મહત્તમ રૂ. 1000 સુધીનો દંડ ચૂકવવો પડશે.

રિઝર્વ બેન્કે પહેલાં બેન્ક ખાતાઓમાં KYC પૂરી કરવાની તારીખ 31 ડિસેમ્બર, 2021થી વધારીને 31 માર્ચ, 2022 કરી દીધી છે. તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ અને અન્ય સંબંધિત વિગતો બેન્કને આપવી જરૂરી છે.

સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટને લિન્ક કરવું જરૂરી છે. પોસ્ટ વિભાગના જણાવ્યાનુસાર વ્યક્તિઓએ પોસ્ટ ઓફિસ ડિપોઝિટને પોસ્ટ ઓફિસની સેવિંગ્સ અથવા બેન્ક એકાઉન્ટને લિન્ક કરવું જરૂરી છે.

જેમની પાસે PPF એકાઉન્ટ્સ છે, તેમણે પ્રતિ વર્ષ રૂ. 500 એકાઉન્ટ્સમાં જમા કરવા જરૂરી છે. જો એમ નહીં કરવામાં આવે તો PPF એકાઉન્ટ્સ નિષ્ક્રિય થઈ જશે.  જો તમે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના- અર્બન) કાર્યક્રમનો ત્રીજો અને છેલ્લો તબક્કો 31 માર્ચ, 2022એ પૂરો થવાનો છે. જો તમે એ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હો તો 31 માર્ચ પહેલાં યોજનાનો લાભ લેવો પડશે.

સેબીના સર્ક્યુલર એપ્રિલ, 2021 મુજબ ડિપોઝિટરી NSDL અને CDSLએ તેમના ડીમેટ મર્ચન્ટ ખાતાંઓને છ KYC અપડેટ કરવી જરૂરી છે, જેમાં નામ, એડ્રેસ, પેન, મોબાઇલ નંબર, ઈમેઇલ  ID અને આવક સામેલ છે.

વર્ષ 2021-22 માટે ITR દાખલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2022એ પૂરી થઈ ગઈ છે. જો એ તારીખની પહેલાં ITR દાખલ નહીં કરવામાં આવે તો રૂ. 5000 સુધીના દંડની જોગવાઈ છે.

PM કિસાન KYC અપડેટ કરવું જરૂરી છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ-KYC કરાવવું જરૂરી છે. જેને 31 માર્ચ પહેલાં કરી લેવું આવશ્યક છે. જો એમાં ખેડૂતો નિષ્ફળ રહ્યા તો આગામી PM ખેડૂતનો હપતાની ચુકવણી નહીં કરવામાં આવે.