કર્ણાટક, ગોવાની સ્થિતિ જોઈને એમપી અને રાજસ્થાનમાં એલર્ટ થઈ કોંગ્રેસ…

નવી દિલ્હીઃ કર્ણાટકથી લઈને ગોવા સુધી પોતાના ધારાસભ્યોને બચાવવાના કામમાં લાગી ગઈ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ નેતૃત્વ હાઈ એલર્ટ પર છે. હકીકતમાં બંને રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ ખૂબ ઓછા અંતરથી બહુમત સરકાર ચલાવી રહી છે. તેનું અસ્તિત્વ કેટલાક નિર્દલીય ધારાસભ્યો અને નાની પાર્ટીઓના બહારથી મળી રહેલાં સમર્થન પર નિર્ભર છે.

પાર્ટીને માહિતી મળી છે કે બીજેપી નેતૃત્વ હવે મધ્યપ્રદેશ પર નજર રાખીને બેઠું છે. જણાવવામાં આવી રહ્યું છે મુખ્યપ્રધાન કમલનાથ, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને અન્ય નેતા વિપક્ષની ચાલ જ નહી પરંતુ પોતાના ધારાસભ્યોની ગતિવિધિઓને લઈને પણ સતર્ક છે અને નજર રાખી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે કમલનાથ સરકાર સમાજવાદી પાર્ટી, બીએસપી અને કેટલાક નિર્દલીયોના સમર્થન પર નિર્ભર છે. ત્યાં જ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને આશરે એક ડઝન જેટલા નિર્દલીય ધારાસભ્યોએ એ શરત સાથે સમર્થન આપ્યું છે કે અશોક ગહેલોત જ રાજ્યના મુખ્યપ્રધાન બનેલા રહે. જો કે કોંગ્રેસની સ્ટેટ લીડરશિપ અત્યાર સુધી પોતાની પાર્ટીને એકજુટ રાખવામાં સફળ રહી છે પરંતુ ઘણા નેતાઓને લાગે છે કે આવનારા દિવસોમાં પડકારો વધી શકે છે.

કોંગ્રેસે સમજી લીધું છે કે કર્ણાટક અને ગોવા બંન્ને રાજ્યોમાં તેના ધારાસભ્યોને જે અંદાજમાં તોડવામાં આવી રહ્યા છે, તે જૂના ઓપરેશન લોટસમાં અપનાવવામાં આવતી પદ્ધતીઓથી ખૂબ આગળની વસ્તુ છે. આનાથી ખ્યાલ આવે છે કે નવી બીજેપી પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દરેક પ્રકારના ગેર-પરંપરાગત રાજનૈતિક ટ્રિક્સનો ઉપયોગ કરતા કોઈપણ હદ સુધી જઈ શકે છે. હકીકતમાં ગોવાના ઈસાઈ ધારાસભ્યોમાં મોટાભાગના હવે બીજેપી સાથે છે. આનાથી અંદાજો લગાવી શકાય છે કે કૈથોલિક મેઝોરિટી વાળા રાજ્યમાં બીજેપીએ પરંપરાગત સામાજિક વિષમતાઓનો ફાયદો ઉઠાવવા માટે શું કર્યું હશે.