તિરુઅનંતપુરમઃ કેરળના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના આસિસ્ટન્ટ શિવકુમારની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સીમાથી વધુ સોનું રાખવાનો આરોપ છે. તેઓ દુબઈથી પરત ફરી રહ્યા હતા. તેમન કબજામાંથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. શિવકુમાર IGI એરપોર્ટમાં કોઈ વ્યક્તિથી વિદેશથી લાવવામાં આવેલા સોનાને હેન્ડઓવર લઈ રહ્યો હતો. એ દરમ્યાન કસ્ટમની ટીમે તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શશિ થરૂરના આસિસ્ટન્ટની પાસે જે સોનું જપ્ત કરવામાં આવ્યું છે, એની કિંમત આશરે રૂ. 35 લાખની આસપાસ છે. તેની પાસેથી 2.8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ અધિકારીઓએ એની પૂછપરછ કરી છે. આ મામલે થરૂરે કહ્યું હતું કે હાલ હું ધર્મશાલામાં છું.મને મારા એક ભૂતપૂર્વ કર્મચારી સાથે જોડાયેલી ઘટના વિશે સાંભળીને આંચકો લાગ્યો છે. તેમણે તેમના કર્મચારી વિશે કહ્યું હતું કે તે પાર્ટ ટાઇમ મદદ કરી રહ્યો હતો. સંબંધિત વ્યક્તિ 72 વર્ષીય સેવાનિવૃત્ત શખસ છે. તેમનું ડાયાલિસિસ થાય છે. તેમને સહાય કરવાને બહાને પાર્ટ ટાઇમ કામ પર રાખવામાં આવ્યો હતો.
29 મેએ બેન્કોકથી દિલ્હી ફ્લાઇટથી IGI એરપોર્ટ પર ઊતર્યો હતો. તપાસ દરમ્યાન માલૂમ પડ્યું હતું કે એક વધુ શખસ એ યાત્રીને રિસીવ કરવા પહોંચ્યો હતો, એ પણ સ્મગલિંગમાં સામેલ હતો. યાત્રીને રિસીવ કરવા આવેલા શખસની પાસ 500 ગ્રામ સોનાની ચેઇન જપ્ત થઈ હતી. જપ્ત થયેલા સોનાની કિંમત રૂ. 35.22 લાખ હતી. હાલ આ કેસની તપાસ જારી છે.