પંજાબ ચૂંટણી પહેલાં CM ચન્નીના કઝિન ભાઈ ભાજપમાં સામેલ

ચંડીગઢઃ દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીથી ઠીક પહેલાં મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્નીના પિતરાઈ ભાઈ જસવિંદર સિંહ ધાલીવાલ મંગળવારે ચંડીગઢમાં ભાજપમાં સામેલ થયા છે. તેમણે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં ભાજપમાં સભ્યપદ હાંસલ કર્યું હતું. પંજાબ ચૂંટણી પહેલાં જસવિંદરે ભાજપનો હાથ પકડતાં કોંગ્રેસ માટે એક આંચકા સમાન છે. પંજાબમાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં ચૂંટણી થવાની છે. આ પહેલાં ભૂતપૂર્વ વિધાનસભ્ય અરવિંદ ખન્ના, શિરોમણિ અકાલી દળના નેતા ગુરદીપ ગોશા અને અમૃતસરના ભૂતપૂર્વ કોર્પોરેટર ધર્મવીર સરિન સહિત પંજાબના કેટલાય નેતા મંગળવારે કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી અને ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.

પંજાબ વિધાનસભાનો કાર્યકાળ માર્ચમાં પૂરો થશે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં 14 ફેબ્રુઆરીએ થવાની છે અને મત ગણતરી 10 માર્ચે થવાની છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 2017માં કોંગ્રેસે 77 સીટો જીતીને સંપૂર્ણ બહુમત હાંસલ કર્યો હતો. આમ આદમી પાર્ટી 117 સભ્યોવાળી પંજાબ વિધાનસભામાં 20 બેઠકો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે શિરોમણિ અકાલી દળે માત્ર 15 સીટો મેળવવામાં સફળ રહી હતી અને ભાજપે માત્ર ત્રણ બેઠકો જીતી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]