મોદી, સોનિયા સહિત 10 હજાર ભારતીયો પર ચીનની જાસૂસી?

નવી દિલ્હી/બીજિંગઃ ચીન અને ભારત વચ્ચે ટેન્શનનો માહોલ આશરે છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. ચીન ભારતને હેરાન કરવાની એકેય તક નથી ગુમાવતું નથી. હવે ચીન પર આરોપ છે કે એ હાઇબ્રિડ વોરના મોડમાં આવ્યું છે. એના દ્વારા ચીન ભારતમાં આશરે 10,000 લોકોના ડેટા પર દેખરેખ રાખે છે. મતલબ કે જાસૂસી કરે છે. એક અહેવાલ મુજબ ચીન ભારતના અનેક હાઇ પ્રોફાઇલ લોકો પર નજર રાખી રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સોનિયા ગાંધી જેવા અનેક લોકોનો સમાવેશ થાય છે. ચીનની આ નવી હાઇબ્રિડ વોરની રમત કેવી છે અને કેવી રીતે કરવામાં આવી રહી છે એનાથી ડેટાની જાસૂસી. આવો જાણીએ હાઇબ્રિડ વોરની દરેક માહિતી…

શું છે ચીન પર આરોપ

  • અહેવાલ મુજબ 10,000 ભારતીય લોકોની જાસૂસી કરી રહ્યો છે ચીન.
  • જાસૂસી કરવાવાળી ચીની કંપની કોમ્યુનિસ્ટ પાર્ટીથી સંબંધ હોવાનો આરોપ.
  • હાઇ પ્રોફાઇલ લોકોના કામ કરવાના પ્રકાર પર નજર રાખવામાં આવી રહી છે.
  • ખાનગી જિંદગીમાં પણ દખલ કરવાનો આરોપ
  • ચીની કંપનીએ તૈયાર કર્યો છે ઇન્ફોર્મેશનનો ડેટાબેઝ.

 

શું હોય છે હાઇબ્રિડ વોર

  • હાઇબ્રિડ વોર હેઠળ કોઈ પણ વ્યક્તિ વિશેષને લઈને ખોટી માહિતી, અફવા અને ફએક ન્યૂઝ ફેલાવવામાં આવે છે.
  • ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયાના સમયમાં આ વોર કેટલાય દેશોમાં ચલણમાં આવી ચૂક્યું છે.
  • હથિયાર અને સેનાને બદલે ડેટા ઇન્ફોર્મેશન ચોરી કરવાની રમત.
  • લેબેનોન અને રશિયા જેવા દેશ પણ હાઇબ્રિડ વોરની મદદ લઈ ચૂક્યા છે.
  • સાઇબર સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય છે આ વોરના મુખ્ય હથિયાર
  • ડેટાના જોરે સામાન્ય લોકોના વિચારોને બદલવાની રમત
  • રશિયાએ આ વોર દ્વારા પોલેન્ડની જનતાનો દ્રષ્ટિકોણ બદલવાના પ્રયાસો કર્યા હતા.