આ રહી દિલ્હીના પ્રદૂષણ સાથે જોડાયલી કેટલીક મહત્વની વાતો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં રવિવારનો દિવસ પણ હવામાં ફેલાયેલા ધુમાડાથી ભરપૂર રહ્યો. સ્થિતી એ રહી કે ઘરોમાંથી બહાર નિકળવા પર મોટાભાગના લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ દિવસમાં એક હજાર અને નોએડા ગાઝિયાબાદમાં દોઢ હજાર સુધી પહોંચી ગયો. જો કે સાંજ થતા સુધીમાં થોડો પવન થવાથી આમાં ઘટાડો થયો પરંતુ હવાનું સ્તર ખતરનાક બનેલું જ રહ્યું.

આ એક પ્રકારની એર ઈમરજન્સી છે. સ્થિતીને જોતા દિલ્હી સિવાય નોએડા, ગાઝિયાબાદ, ગુડગાંવ અને ફરીદાબાદની શાળાઓને પાંચ નવેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાની આગેવાનીમાં દિલ્હી અને એનસીઆર સાથે જોડાયેલા રાજ્યોના મુખ્ય સચિવોની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક થઈ જેમાં નિર્દેશ આપવામાં આવ્યો કે કેબિનેટ સેક્રેટરી અને આ રાજ્યોમાં મુખ્ય સચિવ સતત વાયુ પ્રદૂષણ પર નજર રાખે અને તેને ઓછું કરવાના ઉપાયોનો અમલ કરે.

આ બેઠકમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન અને હવામાન વિભાગના ડાયરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હીમાં આશરે 300 ટીમોને પ્રદૂષણ પર લગામ લગાવવા માટે તૈનાત કરવામાં આવી છે. આ ટીમોનું મુખ્ય ધ્યાન સાત ઔદ્યોગિક વિસ્તારો, દિલ્હી એનસીઆરના મુખ્ય માર્ગો, નિર્માણ સાથે જોડાયેલી જગ્યાઓ અને કચરો સળગાવવાની જગ્યાઓ પર છે. ઘણા વિસ્તારોમાં ધૂળને બેસાડવા માટે પાણીનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બધા જ ઉપાયો નિષ્ફળ જ લાગી રહ્યા છે.

દિલ્હીમાં પ્રદૂષણ સાથે જોડાયેલી 10 મોટી વાતો…

  1. કેબિનેટ સચિવ રાજીવ ગૌબા દિલ્હી અને પડોશી રાજ્યોમાં પ્રદૂષણની ખતરનાક સ્થિતી પર પ્રતિદિન નજર રાખશે. વડાપ્રધાનના પ્રધાન સચિવ પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં રવિવારના રોજ થયેલી એક ઉચ્ચ સ્તરિય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. મિશ્રાએ રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં ગંભીર વાયૂ પ્રદૂષણના કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી.
  2. એક નિવેદન અનુસાર બેઠકમાં દિલ્હીના અધિકારીઓ સીવાય પંજાબ અને હરિયાણા સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. પ્રાપ્ત વિગતો અનુસાર કેબિનેટ સચિવ રોજ સ્થિતી પર નજર રાખશે. આ રાજ્યોના મુખ્ય સચિવોને પોત-પોતાના રાજ્યોના વિભિન્ન જિલ્લાઓમાં ચોવીસ કલાક સ્થિતી પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  3. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રવિવારના રોજ વાયૂ પ્રદૂષણના સ્તરમાં એકવાર ફરીથી વધારો થયા બાદ કેન્દ્ર સરકારને આ મામલે ઉચ્ચ સ્તર પર દખલ કરવી પડી. દિલ્હી એનસીઆરમાં મોટાભાગના સ્થાનો પર રવિવારના રોજ વાયુ ગુણવત્તા સૂચકાંકમાં હવાની ગુણવત્તા અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ.
  4. દિલ્હી અને નોએડા સહિત અન્ય વિસ્તારોમાં સ્થાનીય પ્રશાસનને વાયુ પ્રદૂષણના કારણે સ્વાસ્થ્ય કારણોથી મંગળવારના રોજ ઈમરજન્સી જાહેર કરી દીધી. રવિવારના રોજ પ્રદૂષિત હવાઓથી ધુમાડો વધ્યા બાદ વીઝનમાં ઘટાડો આવવાના કારણે દિલ્હીમાં વિમાનોની આવાજાહી પણ પ્રભાવિત થઈ હતી. આ કારણે દિલ્હી આવનારી 32 ફ્લાઈટોએ પોતાનો રુટ બદલવો પડ્યો.
  5. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના કારણે રવિવારના રોજ એરપોર્ટ પર વિમાન પરિચાલનમાં સમસ્યાઓ સામે આવી અને અહીંયા આવનારી 32 ફ્લાઈટોને ફોગના કારણે બીજે ડાયવર્ટ કરવામાં આવી.
  6. દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતીને લઈને હરિયાણા સરકારે ગુરુગ્રામ અને ફરીદાબાદ જિલ્લાની તમામ શાળાઓમાં ચાર અને પાંચ નવેમ્બરના રોજ રજાનો આદેશ કર્યો છે.
  7. દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણની વર્તમાન સ્થિતી અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિર્દેશોને ધ્યાનમાં રાખતા હરિયાણા સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને યોગ્ય પગલા ભરવાના આદેશ આપ્યા.
  8. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ અને રાજનીતિનો ખેલ નથી બનાવવા ઈચ્છતા.
  9. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં પ્રસરેલા ફોગ પર ચિંતા વ્યક્ત કરતા આપના નેતાએ રવિવારના રોજ એક શોર્ટ વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો. તેમણે આમાં કહ્યું કે જો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે તો તેનું કારણ કચરો સળગાવવાનું છે.
  10. કેજરીવાલે કહ્યું કે કચરો સળગાવવાના કારણે માત્ર 20 દિવસમાં પ્રદૂષણની માત્રા હવામાં વધી ગઈ છે. તેમણે વિડીયોમાં દિલ્હીના આકાશનો સ્પષ્ટ ફોટો પણ બતાવ્યો. તેમણે કહ્યું કે આ વર્ષે ફેર્બુઆરીથી લઈને 10 ઓક્ટોબર સુધી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર યોગ્ય હતું, વાયુ ગુણવત્તા સારી હતી અને આકાશમાં રાતના સમયે તારા પણ દેખાતા હતા.