જાણો, કેટલું ખતરનાક છે આ જાસૂસી સોફ્ટવેર પેગાસસ?

નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી વિશ્વભરના વ્હોટ્સએપ યૂઝર્સ ચિંતામાં મુકાઈ ગયા છે. તેની પાછળ વ્હોટ્સએપ સોફ્ટવેરમાં કોઈ ખરાબી નહીં પણ ઈઝરાયલનો પેગાસસ વાયરસ છે. આ એક ખાસ પ્રકારનો જાસૂસી વાયરસ છે જે કોઈ પણ વ્હોટ્સએપ યૂઝર્સના મોબાઈલ ફોનમાં પરવાનગી વગર પ્રવેશ કરી શકે છે અને તમારી તમામ ગુપ્ત માહિતી સરળતાથી મેળવી શકે છે. આના માટે માત્ર એક મિસ્ડ કોલ જ પૂરતો છે. આ અગાઉના વર્ઝનમાં વાયરસ મોકલવા માટે લિંક અથવા કોઈ અન્ય રીતે મોકલવામાં આવતો હતો પણ હવે એડવાન્સ વર્ઝનમાં એક મિસ્ડ કોલ જ કાફી છે. વાયરસને હવે એટલો હાઈટેક બનાવી દેવામાં આવ્યો છે કે, તેને સરળતાથી કોઈ પણના મોબાઈલમાં પ્રવેશ કરાવી શકાય છે.

24 લોકોની ઝાસૂસી પછી સર્જાયો વિવાદ

હકીકતમાં ભારતમાં એક ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેરની મદદથી વ્હોટ્સએપ મારફતે 24 અલગ અલગ તબક્કામાં ખાસ લોકોની જાસૂસી કરવાને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. જાસૂસીના અહેવાલોની ભારત સરકારે પણ નોંધ લીધી છે, રાજકીય દળો પણ હવે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટીઓ તો આ માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી છે. આવો જાણીએ પેગાસસ એક સામાન્ય મોબાઈલ યૂઝર માટે કેટલો ખતરનાક છે.

પેગાસસ વાયરસના પહેલા વર્ઝનમાં હેકિંગ માટે વાયરસને એક લિંકના રૂપમાં અથવા તો એસએમએસ દ્વારા કે વ્હોટ્સએપ મારફતે મોકલવામાં આવતો હતો. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ મોબાઈલ યૂઝરની ડિવાઈસ હેક થઈ જાય છે. પેગાસસનું લેટેસ્ટ વર્ઝન આનાથી પણ ખતરનાક છે જે માત્ર એક વ્હોટ્સએપ મિસ્ડ કોલ મારફતે જ કોઈ પણ યૂઝરના ફોનમાં પ્રવેશ કરી શકે છે.

 

પેગાસસ આવ્યા બાદ વ્હોટ્સએપના એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્શન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્શનના કારણે વ્હોટસએપને ઘણુ સુરક્ષિત માનવામાં આવતુ હતુ કારણ કે, કોઈ થર્ડ પાર્ટી એનકોડેડ મેસેજને જોઈ શકતી ન હતી. જોકે, પેગાસસે આનો રસ્તો પણ શોધી લીધો છે. એનુ કારણ એ છે કે, મેસેજનું ડીકોડ થવું અને યૂઝરના ફોનમાં રિસીવ્ડ થયા બાદ એટેચમેન્ટ સહિત તેને પેગાસસ મારફતે સરળતાથી મોનિટરિંગ સર્વર પર અપલોડ કરી શકાય છે.

શું તમારા ફોનમાં તો પેગાસસનો અટેક નથી ને?

જો તમારા ફોનમાં પેગાસસે અટેક કર્યો હોય એવુ તમને લાગી રહ્યું હોય તો તાત્કાલિક તમારા તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો. વાયરસથી બચવા માટે માત્ર ડિવાઈસને જ બદલવી પૂરતી નથી કારણ કે, આ વાયરસ લોગઈન આઈડી અને પાસવર્ડ સહિત તમામ પ્રકારની ડિટેઈલ્સ જાતે જ નોંધી લે છે.

પેગાસસ એટલો ખતરનાક છે કે, તમે ઈચ્છો તો પણ તેને તમારા મોબાઈલમાંથી અનઈન્સ્ટોલ નહીં કરી શકો. ફોન ફેક્ટ્રી રીસેટ કર્યા બાદ પણ આ વાયરસ મોબાઈલ ડિવાઈસમાં રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પેગાસસથી બચવાનો માત્ર એક જ ઉપાય છે નવો મોબાઈલ ખરીદવો. નવા મોબાઈલમાં જૂની તમામ લોગઈન માહિતીને બદલવી જ એક માત્ર ઉપાય છે.

 

કેટલીક કંપનીઓમાં આઈટી એડમિનિસ્ટ્રેટર ઉપર સમગ્ર સર્વરના સેટઅપની જવાબદારી હોય છે. કેટલીક વખત એવુ થાય કે એડમિનિસ્ટ્રેટર કોઈ સરળ પાસવર્ડ બનાવીને ભૂલી જાય, આ સ્થિતિમાં બીજા એડમિનિસ્ટ્રેટરે આ પાસવર્ડ બદલવો જોઈએ પણ એવુ થતું નથી. એડમિનિસ્ટ્રેટરની આ જ ભૂલનો હેકર્સ ફાયદો ઉઠાવે છે.

નબળો પાસવર્ડ

સામાન્ય રીતે લોકો પોતાના મોબાઈલ અને ઈમેલનો પાસવર્ડ સરળતાથી યાદ રહી જાય તેવો રાખતા હોય છે. જેમકે, તેમની જન્મતારીખ, પાલતુ પ્રાણીનું નામ, તેમના ઘરનું નામ રસ્તાનું નામ વગેરે. એન્જિનિયર્સનું કહેવું છે કે, જો તમારે તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવુ હોય તો પાસવર્ડ એવો બનાવવો જોઈએ જેમાં આલ્ફાબેટ, નંબર અને સ્પેશિયલ કેરેક્ટર પણ હોવું જોઈએ. આ ઉપરાંત તમારે તમારો પાસવર્ડ સતત બદલતો રહેવો જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]